પહલગામ પીડિત પરિવારોને ન્યાય મળશે : મોદીએ દેશને ખાતરી આપી
April 27, 2025
પહલગામ : 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના 'મન કી બાત કાર્યક્રમ' માં ફરી એકવાર આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને પહલગામના પીડિત પરિવારોને ન્યાય અપાવવાની ખાતરી પણ આપી. આ પહેલા તેમણે બિહારમાં એક ચૂંટણી સભામાં પણ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી.
પહલગામ મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે, 'આજે જ્યારે હું તમારી સાથે 'મન કી બાત' વિશે વાત કરી રહ્યો છું, ત્યારે મારા હૃદયમાં પીડા છે. 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલી આતંકવાદી ઘટનાએ દેશના દરેક નાગરિકને દુઃખી કર્યો છે. દરેક ભારતીયને પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સહાનુભૂતિ છે. ભલે તે ગમે તે રાજ્યનો હોય કે ગમે તે ભાષા બોલતો હોય, દરેક ભારતીય આ હુમલામાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓનું દુઃખ અનુભવી રહ્યો છે. આતંકવાદી હુમલાની તસવીરો જોઈને મને લાગે છે કે દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે.'
પીએમ મોદીએ કહ્યું, 'પહલગામમાં થયેલો આતંકવાદી હુમલો તેમની કાયરતા દર્શાવે છે. એવા સમયે જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળાઓ અને કોલેજો પ્રવૃત્તિઓથી ધમધમી રહી હતી, લોકશાહી મજબૂત થઈ રહી હતી, પર્યટન વધી રહ્યું હતું અને યુવાનો માટે નવી તકો ઉભી થઈ રહી હતી, પરંતુ જમ્મુ અને કાશ્મીર અને દેશના દુશ્મનોને આ ગમ્યું નહીં. આતંકવાદીઓ ફરી એકવાર કાશ્મીરનો નાશ કરવા માંગે છે.'
પીએમ મોદીએ શોક વ્યક્ત કરતા કહ્યું, 'દરેક વ્યક્તિએ આ જઘન્ય આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આતંકવાદ સામેની આપણી લડાઈમાં આખું વિશ્વ, 140 કરોડ ભારતીયોની સાથે ઉભું છે.' પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'વૈશ્વિક નેતાઓએ મને ફોન કર્યો, પત્રો લખ્યા, સંદેશા મોકલ્યા. બધાએ આ જઘન્ય આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. આતંકવાદ સામેની આપણી લડાઈમાં આખી દુનિયા, 1.4 અબજ ભારતીયોની સાથે ઉભી છે. ફરી એકવાર હું પીડિત પરિવારોને ખાતરી આપું છું કે તેમને ન્યાય મળશે. આ હુમલાના કાવતરાખોરો અને ગુનેગારોને કઠોર સજા મળશે.'
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જન મહાભિયોગ' ચલાવાશે, વિપક્ષનું મોટું એલાન
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જન મહાભિયોગ' ચલાવ...
Oct 25, 2026
'મોદીનો બાપ પણ જશે, ખડગેની વિવાદાસ્પદ ટિપ્પણી
'મોદીનો બાપ પણ જશે, ખડગેની વિવાદાસ્પદ ટિ...
Oct 25, 2026
નેતા ખોટું બોલે તો મતદાર FIR કરી શકશે, ચૂંટણી પંચની મંજૂરી જરૂરી નહીં' : સુપ્રીમ કોર્ટ
નેતા ખોટું બોલે તો મતદાર FIR કરી શકશે, ચ...
Oct 25, 2026
ચક્રવાત આંધ્રપ્રદેશના કાંઠે ટકરાવાની શક્યતા બાદ 3 દિવસ શાળા-કોલેજ બંધ
ચક્રવાત આંધ્રપ્રદેશના કાંઠે ટકરાવાની શક્...
Oct 25, 2026
કેરળમાં જજના સગીર પુત્રએ મર્સિડીઝથી બાઈકચાલકને ઉડાવ્યો, આધેડનું ઘટનાસ્થળે જ મોત
કેરળમાં જજના સગીર પુત્રએ મર્સિડીઝથી બાઈક...
Oct 25, 2026
કૃષ્ણા-ગોદાવારી બેસિનમાં કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
કૃષ્ણા-ગોદાવારી બેસિનમાં કુદરતી ગેસનો મો...
Oct 24, 2026
Trending NEWS
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
22 October, 2026
21 October, 2026
21 October, 2026