જોડી થોમસે કેનેડામાં ખાલિસ્તાન ચળવળને પ્રોત્સાહન આપ્યું
September 20, 2023

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યાકાંડમાં કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના નિવેદનને કારણે ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે. PM ટ્રુડોએ સોમવારે કેનેડાની સંસદમાં કહ્યું હતું કે આ હત્યામાં ભારતની સંડોવણીના પુરાવા મળ્યા છે. ત્યાર બાદ તેણે ભારતના ટોચના રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા.
ભારતે કેનેડાના આ આરોપોને ફગાવી દીધા હતા અને કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢીને બદલો લીધો હતો. ત્યાર બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. હવે સવાલ એ છે કે, આ તમામ સ્થિતિ માટે જવાબદાર કોણ? શું જસ્ટિન ટ્રુડો એકમાત્ર ખલનાયક છે કે પડદા પાછળ બીજું કોઈ છે? પરંતુ આ સ્થિતિ માટે એક મહિલાને જવાબદાર માનવામાં આવે છે.
આ મહિલાનું નામ છે જોડી થોમસ. કેનેડાના રાજકારણમાં જોડીનું વર્ચસ્વ 2015થી વધ્યું હતું. 2015માં ટ્રુડો પહેલીવાર વડા પ્રધાન બન્યા અને તેમના પિતાના પગલે ચાલતા હતા તેમણે પોતાના ફાયદા માટે શીખોને તેમની સાથે રાખ્યા હતા. તેમણે તત્કાલિન રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી જોડી થોમસને શીખોને પાર્ટી સાથે જોડાયેલા રાખવાની જવાબદારી આપી હતી. ત્યાર બાદ જોડી થોમસ જસ્ટિન ટ્રુડો અને ખાલિસ્તાની આતંકવાદીઓ વચ્ચે કડી બની ગયા હતા.
જોડી થોમસ રાષ્ટ્રીય સુરક્ષાના નાયબ પ્રધાન હતા ત્યારે તેમણે કેનેડામાં ખાલિસ્તાન ચળવળને પ્રોત્સાહન આપ્યું હતું. એટલું જ નહીં તેમણે આ ઉગ્રવાદીઓને સુરક્ષા પણ આપી હતી. થોમસના કામથી ખુશ થઈને ટ્રુડોએ તેમને 2017માં કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવ્યા હતા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બન્યા બાદ જોડી થોમસ વધુ આક્રમક બની ગયા હતા. હવે તેણીએ અલગતાવાદી શીખોને ઉશ્કેરવાનું શરૂ કર્યું હતું. આ વર્ષે જૂનમાં જોડી થોમસે ભારત પર કેનેડાના મામલામાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો હતો.
Related Articles
1 ડિસેમ્બરે કેનેડાનાં એરપોર્ટસ ઉપર એરઇંડિયાની ફ્લાઇટ્સ સામે વિકેટિંગ કરવા SFJનો આદેશ
1 ડિસેમ્બરે કેનેડાનાં એરપોર્ટસ ઉપર એરઇંડ...
Nov 23, 2023
કેનેડા-યુએસ- બોર્ડર પર કારમાં વિસ્ફોટ, 2નાં મોત:નાયગ્રા ફોલ્સ ખાતે બંને દેશોને જોડતા ચારેય પુલ બંધ, FBI તપાસમાં લાગી
કેનેડા-યુએસ- બોર્ડર પર કારમાં વિસ્ફોટ, 2...
Nov 23, 2023
મોદી-ટ્રુડોની વર્ચ્યુઅલ મિટિંગ પહેલાં ફરી શરૂ થયા ઈ-વિઝા
મોદી-ટ્રુડોની વર્ચ્યુઅલ મિટિંગ પહેલાં ફર...
Nov 22, 2023
કેનેડામાં ફરી હિન્દુ મંદિર પર હુમલાની ધમકી, ભારતીય મૂળના સાંસદે શેર કર્યો ખાલિસ્તાનીઓનો વીડિયો
કેનેડામાં ફરી હિન્દુ મંદિર પર હુમલાની ધમ...
Nov 21, 2023
Trending NEWS

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

01 December, 2023

01 December, 2023

01 December, 2023