આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
September 27, 2026
ઈસ્લામાબાદ ઃ ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026માં પાકિસ્તાન પહેલીવાર દુનિયાનો આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશ બનીને ઉભરી રહ્યો છે. ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026માં પાકિસ્તાન આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશ રહ્યો છે. અહેવાલ મુજબ 2025માં પાકિસ્તાનમાં 1,045 આતંકી ઘટનાઓમાં 1,139 લોકોના મોત થયા હતા.તો TTP સૌથી ઘાતકી સંગઠન રહ્યું છે, જ્યારે બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા નામના વિસ્તારોમાં મોટાભાગની ઘટનાઓ બની હતી. પાકિસ્તાનના પૂર્વ રાજદૂતે એ વાતને પણ સમર્થન આપ્યુ છે કે, જ્યારે આતંકવાદીઓને સમર્થન આપવામાં આવશે ત્યારે આજ પરિણામો આવશે.
અમેરિકામાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ પણ આ રિપોર્ટ પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, જ્યારે કોઈ પોતાના ઘરની અંદર સાંપ પાળે છે, ત્યારે એક દિવસ એ જ સાંપ ઘરના લોકોને પણ ડંખ મારે છે. હક્કાનીએ કહ્યું કે, પાકિસ્તાને આશરે 50 વર્ષ પહેલાં ચરમપંથી જેહાદી સંગઠનોને હથિયાર આપવાનું શરૂ કર્યું હતું. હવે એ જ દેશ આતંકવાદી હુમલાઓથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સૌથી ટોચ પર પહોંચી ગયો છે. 'ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈકોનોમિક્સ એન્ડ પીસ' ના ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 રિપોર્ટ મુજબ 2025માં પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં 1,139 લોકોના મોત થયા અને 1,045 ઘટનાઓ નોંધાઈ. આતંકવાદથી થયેલા મોતમાં આશરે 56 ટકાનો વધારો થયો અને આ સતત છઠ્ઠું વર્ષ રહ્યું, જ્યારે પાકિસ્તાનમાં આતંકવાદથી થતાં મોત વધ્યાં. દુનિયામાં આતંકવાદની અસર એકંદરે ઘટી છે. 2025માં આતંકવાદી હુમલાઓમાં થતાં મોત 28 ટકા ઘટીને 5,582 થઈ ગયાં અને ઘટનાઓની સંખ્યા આશરે 22 ટકા ઘટીને 2,944 થઈ ગઈ. પરંતુ પાકિસ્તાનમાં ચિત્ર આનાથી સાવ ઊલટું રહ્યું.
રિપોર્ટમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એટલે કે TTP ને પાકિસ્તાનમાં આતંકવાદથી થતાં મોત માટે સૌથી વધુ જવાબદાર સંગઠન દર્શાવવામાં આવ્યું છે. 2025માં પાકિસ્તાનમાં આતંકવાદથી થયેલા મોતમાં 56 ટકાનો સંબંધ TTP સાથે રહ્યો છે. આ સંગઠને 595 હુમલા કર્યા, જેમાં 637 લોકોના મોત થયા. એટલે કે જે ચરમપંથી નેટવર્કને ખતમ કરવા માટે પાકિસ્તાન આજે પોતાની પૂરી તાકાત લગાવી રહ્યું છે, તે જ નેટવર્ક હવે તેના માટે સૌથી મોટો ખતરો બની ચૂક્યું છે.
Related Articles
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વ...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026