Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

સંસદમાં ઘમસાણ: ભાજપ નેતા ICUમાં દાખલ, રાહુલ ગાંધી પર ધક્કામુક્કીનો આરોપ

December 19, 2024

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડો. આંબેડકર મુદ્દે સંસદમાં આપેલા નિવેદન પર રાજકારણ ગરમાયું છે. હવે આ મામલે આજે ભાજપ અને કોંગ્રેસ બંને આક્રમક મૂડમાં દેખાયા હતા અને જેના દૃશ્યો સંસદના પ્રાંગણમાં જ સામે આવ્યા હતા. જ્યાં ભાજપ અને કોંગ્રેસના સાંસદો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી, જેમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત થયા છે. તેમણે દાવો કર્યો છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ધક્કો મારતા ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે.  

ભાજપ સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ. ભાજપે કહ્યું- રાહુલ ગાંધીએ ધક્કો માર્યો 

રાહુલ ગાંધીએ ધક્કો માર્યો, પછી એક સાંસદ મારા પર પડ્યા અને હું ઘાયલ થયો: સારંગી 

ભાજપ સાંસદ પ્રતાપ સારંગી હોસ્પિટલમાં દાખલ, બે કેન્દ્રીય મંત્રીઓ ખબર-અંતર પૂછવા પહોંચ્યા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદમાં ધક્કામુક્કીની જાણકારી આપવામાં આવી 

રાહુલ ગાંધીએ સાંસદનો ધક્કો માર્યો, આ દેશ તેમની જાગીર નથી: ધર્મેન્દ્ર પ્રધાન 

સંસદ કરાટે કે કુંગફૂનની જગ્યા નથી, રાહુલ ગાંધીએ શારીરિક શક્તિ બતાવી: કિરેન રિજિજૂ 

કેમેરામાં બધુ કેદ છે, ભાજપ સાંસદોએ મને ધક્કો મારી ધમકાવ્યો, ખડગેજીને પણ ધક્કો માર્યો: રાહુલ ગાંધી 

ભાજપ અને કોંગ્રેસના સાંસદો વચ્ચે ધક્કામુક્કીમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગીને ધક્કો વાગતા તે પડી ગયા અને તેમને ઈજા થઈ હતા. ભાજપ સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ જણાવ્યું હતું કે, 'રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો હતો જે મારી ઉપર પડ્યાં હતા. જેના લીધે હું દબાઈ ગયો. હું પગથિયાં પર ઊભો હતો.' 

ભાજપે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન

સંસદની બહાર થયેલી ધક્કામુક્કી લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપનો આરોપ છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમના બે સાંસદોને ધક્કો માર્યો હતો. જો કે કોંગ્રેસે ભાજપના આરોપોને ખોટા ગણાવ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, 'સંસદ કુશ્તી અને સ્માર્ટનેસ બતાવવાનું પ્લેટફોર્મ નથી.'