રામ રહીમની હત્યાની યોજના, એજન્સીઓની તપાસમાં નિજ્જરની આતંકી કુંડળીનો પર્દાફાશ

September 23, 2023

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કારણે ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધોમાં તણાવ છે અને તેને લઈને વિવિધ ખુલાસો થયા છે. હકીકતમાં ગુપ્તચર એજન્સીઓના સૂત્રો પાસેથી મોટા સમાચાર આવી રહ્યા છે કે નિજ્જર ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત સિંહ રામ રહીમની હત્યા કરવાની યોજના બનાવી રહ્યો હતો. તેણે 2014માં રામ રહીમ પર હુમલાની યોજના બનાવી હતી. તમને જણાવી દઈએ કે ભારતીય તપાસ એજન્સી NIA દ્વારા જારી કરાયેલા 40 આતંકીઓની યાદીમાં નિજ્જરનું નામ પણ હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદી નિજ્જરને તે સમયગાળા દરમિયાન ભારતના વિઝા મળ્યા ન હતા. નિજ્જર વર્ષ 2012માં પાકિસ્તાન પણ ગયો હતો જ્યાં નિજ્જરે પાકિસ્તાનમાં હથિયાર અને IEDની ટ્રેનિંગ લીધી હતી. તમને જણાવી દઈએ કે NIAએ નિજ્જર વિરુદ્ધ ઘણા કેસ નોંધ્યા હતા. કારણ કે નિજ્જર પંજાબમાં 200થી વધુ હત્યાઓમાં સામેલ હતો. નિજ્જર પર પંજાબમાં ટાર્ગેટ કિલિંગ કરવાનો આરોપ છે. અમેરિકા, બ્રિટન, જર્મની અને કેનેડામાં ભારત વિરુદ્ધના વિરોધ પ્રદર્શનમાં પણ તેનો હાથ હોવાનું માનવામાં આવતું હતું.

નિજ્જર સામે 23 જાન્યુઆરી 2015ના રોજ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી અને 14 માર્ચ 2016ના રોજ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. 2021માં ભટિંડામાં ભગતા ભાઈ લાલની ઓફિસમાં ડેરા સચ્ચા સૌદાના અનુયાયી મનોહર લાલની હત્યામાં પણ નિજ્જરનું નામ સામે આવ્યું હતું. ભારતે નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું.