PM માર્ક કાર્ની અને PM મોદીની ટેલિફોનિક વાતચીત, G7 સંમેલન માટે ભારતને આમંત્રણ
June 06, 2025

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ G7 શિખર સંમેલનમાં સામેલ થવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ કાર્નીના ફોન અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપીને કહ્યું કે, માર્ક કાર્નીનો મને ફોન આવ્યો અને તેમણે G7 શિખર સંમેલન માટે આમંત્રણ આપ્યું છે. અગાઉ એવી અટકળો હતી કે, બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હોવાથી બારત G7 શિખર સંમેલનમાં જોવા નહીં મળે. આ વખતે કેનેડા G7ની મેજબાની કરી રહ્યું છે.
વડાપ્રધાને કહ્યું કે, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મને ફોન કર્યો હતો. કેનેડાની ચૂંટણીમાં જીત બદલ મેં તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ભારતને G7 શિખર સંમેલન (G7 Summit 2025) માટે આમંત્રણ આપ્યું છે, જે બદલ મેં તેમનો આભાર વ્યક્ત કર્યો છે. જીવંત લોકશાહી તરીકે ભારત અને કેનેડા પરસ્પર આદર અને સહિયારા હિતો માટે નવા ઉત્સાહ સાથે કામ કરવા તૈયાર છે. અમે આ સંમેલનમાં મળવા માટે આતુર છીએ.’
ઉલ્લેખનીય છે કે, તત્કાલીન કેનેડીયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ વર્ષ 2023માં ભારત સાથે સંબંધો બગાડ્યા હતા. તેમણે ખાલિસ્તાની નિજ્જરની હત્યા મામલે ભારત પર આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ બંને દેશો વચ્ચે ઘણો તણાવ વધ્યો હતો. ત્યારબાદ આંતરિક બળવો થવાના કારણે ટ્રુડોએ પદ છોડવું પડ્યું હતું. ત્યારબાદ માર્ક કાર્ની કેનેડાના નવા વડાપ્રધાન બન્યા છે.
Related Articles
કેનેડાના પૂર્વ વડાપ્રધાન કેટી પેરીના પ્રેમમાં પડ્યાં! રેસ્ટોરાંમાં સીક્રેટ ડીનરનો વીડિયો વાઈરલ
કેનેડાના પૂર્વ વડાપ્રધાન કેટી પેરીના પ્ર...
Jul 30, 2025
કેનેડા આર્થિક હિતોને લક્ષ્યમાં રાખી ઈન્ડો પેસિફિક નીતિ વિષે પુનર્વિચાર કરશે
કેનેડા આર્થિક હિતોને લક્ષ્યમાં રાખી ઈન્ડ...
Jul 15, 2025
કેનેડાની રથયાત્રા પર ઈંડા ફેંકીને હુમલો કરાયો
કેનેડાની રથયાત્રા પર ઈંડા ફેંકીને હુમલો...
Jul 14, 2025
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ, ગત અઠવાડિયે જ થયું હતું ઓપનિંગ
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ,...
Jul 10, 2025
કેનેડામાં ભયાનક દુર્ઘટના, હવામાં જ સામસામે અથડાયા બે પ્લેન, ભારતીય પાયલટ સહિત બેના મોત
કેનેડામાં ભયાનક દુર્ઘટના, હવામાં જ સામસા...
Jul 10, 2025
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ...
Jun 30, 2025
Trending NEWS

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025