વડોદરામાં PM મોદીની સિંદૂર સન્માન યાત્રા, કર્નલ સોફિયા કુરૈશીના પરિવારે સ્વાગત કર્યું
May 26, 2025

ઓપરેશન સિંદુર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. ઓપરેશન સિંદૂર બાદ PM મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે આજે સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી રહી છે. PM મોદીની સિંદૂર યાત્રાને લઇને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા આવકારવામાં આવી રહ્યા છે. યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો સિંદૂર સન્માન યાત્રામાં જોડાયા છે.
આ ઉપરાંત પીએમ મોદી આજે દાહોદમાં ખરોડ ખાતે રેલવે સહિત વિવિધ વિભાગોના રૂ.24 હજાર કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરશે. ભુજમાં વડાપ્રધાનના હસ્તે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, ત્યારબાદ સાંજે અમદાવાદમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 27મી મેએ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી રૂા.5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
આ ઉપરાંત ગાંધીધામમાં સેન્ટર આલ્ફ એક્સેલન્સ, માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે. ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી ટ્રાન્સમિશન સિસ્ટમ, ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક, ભુજથી નખત્રાણા સુધી લેન હાઈ સ્પીડ કોરિડોર, ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ, કંડલામાં 3 રોડ ઓવર બ્રિજનું નિર્માાણ, ધોળાવીરા ખાતે પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનો સમાવેશ થાય છે.
દાહોદમાં વડાપ્રધાન મોદી 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે. આ ઉપરાંત આણંદ - ગોધરા, મહેસાણા-પાલનપુર, રાજકોટ -હડમતીયા રેલ લાઈનના ડબલિંગ કામ, સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ-કડી કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કામો સહિત કુલ રૂા. 23,292 કરોડના કામોનું લોકાર્પણ સંપન્ન કરાશે. મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસતા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે માટે રૂા. 181 કરોડના પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે.
Related Articles
રાજ્યમાં નર્મદા કેનાલ પરના 36 પુલોને તાત્કાલિક બંધ કરવા આદેશ, 5 અતિ-જોખમી પુલ સંપૂર્ણપણે બંધ કરાયા
રાજ્યમાં નર્મદા કેનાલ પરના 36 પુલોને તાત...
Jul 16, 2025
ગુજરાતમાં મોસમનો 51.09% વરસાદ નોંધાયો: કચ્છ રીઝીયન 85.46% સાથે મોખરે, દક્ષિણ ગુજરાતમાં 55.19%
ગુજરાતમાં મોસમનો 51.09% વરસાદ નોંધાયો: ક...
Jul 16, 2025
AAPના ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા, વિસાવદર બેઠકથી જીત્યા હતા પેટાચૂંટણી
AAPના ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લ...
Jul 16, 2025
પોરબંદરના કુતિયાણામાં શ્વાનનો આતંક, 2 મહિનાના બાળકને ફાડી ખાતા મોત
પોરબંદરના કુતિયાણામાં શ્વાનનો આતંક, 2 મહ...
Jul 16, 2025
હિમાચલમાં મોટી દુર્ઘટના, પેરાગ્લાઈડર ક્રેશ થતાં અમદાવાદના પર્યટકનું દર્દનાક મોત
હિમાચલમાં મોટી દુર્ઘટના, પેરાગ્લાઈડર ક્ર...
Jul 15, 2025
પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત, પ્રાઈવેટ ટ્યુશન ચલાવતી હતી
પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીનો ગળે ફાં...
Jul 15, 2025
Trending NEWS

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025
16 July, 2025

16 July, 2025
16 July, 2025

16 July, 2025