પોપ ફ્રાંસિસના નશ્વર દેહને ખુલ્લાં કોફીનમાં રખાયો, અંતિમ સંસ્કાર શનિવાર તા. 26 એપ્રિલે યોજાશે
April 23, 2025

વૅટિકન સીટી : વિશ્વના ૧ અબજ ૬૪ કરોડ ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરૂ નામદાર પોપ ફ્રાંસિસ ૧૬માના નશ્વર દેહને આજે ખુલ્લાં કોફીનમાં રાખવામાં આવ્યો છે જેથી દર્શનાર્થીઓ તેઓમાં અંતિમ દર્શન કરી શકે. દિવંગત પોપના અંતિમ સંસ્કાર શનિવાર તા. ૨૬ એપ્રિલના દિને ગ્રીનીચ પ્રમાણે સવારે ૮.૦૦ વાગે યોજાશે. તેમ વેટિકનનાં સાધનોએ મંગળવારે જણાવ્યું હતું. આ અંતિમ સંસ્કાર વેટિકન સીટી સ્થિત સેન્ટર પીટર બેસિલિકામાં યોજવામાં આવશે.
આ અંતિમ સંસ્કાર અંગે માસ્ટર ઓફ લિટુરગિકલ સેરીમનીઝ (ધાર્મિક મંત્રોનાં પઠન) સંભાળનારા આર્ક બિશપ ડીગો રેવેલ્લીએ ધર્મના નિયમો આધારિત સૂચનાઓ જાહેર કરતાં જણાવ્યું હતું કે, તેઓના નશ્વરદેહને સરઘસ આકારે વેટિકનમાં તેઓનાં નિવાસસ્થળ સુધી લઇ જવાશે. તે પછી 'સામ્સ' (બાઈબલની આયાતો)નું વિશેષ પઠન થશે. તેવી કાર્ડીનલ કેવિન ફેરેલે જણાવ્યું હતું.
નામદાર પોપનાં નિધન પછી ૯ દિવસ નોવેન્ડીયલ તરીકે ઓળખાતો શોક પાળવામાં આવશે. તે પછી નવા પોપની વરણી થશે. તેમાં દુનિયાના કાર્ડીનલ્સ એકત્રિત થશે. ભારતમાંથી કાર્ડીનલ ફિલિપનેરી ફેર્રાઓ કાર્ડીનલ બેસેલિયોસ ક્લિમિસ કાર્ડીનલ એન્થની પૂલા અને કાર્ડીનલ જ્યોર્જ જેકવી કુવાકડ ઉપસ્થિત રહેશે.
Related Articles
શુભાંશુ શુક્લાની પૃથ્વી પર વાપસી, 18 દિવસ અંતરિક્ષમાં રહ્યા બાદ કેલિફોર્નિયામાં ઉતર્યું ડ્રેગનયાન
શુભાંશુ શુક્લાની પૃથ્વી પર વાપસી, 18 દિવ...
Jul 15, 2025
રશિયા સાથે યુદ્ધ વચ્ચે યુક્રેનમાં મોટા ઉલટફેર, ઝેલેન્સ્કીએ યુલિયાને સોંપ્યું PM પદ
રશિયા સાથે યુદ્ધ વચ્ચે યુક્રેનમાં મોટા ઉ...
Jul 15, 2025
બગડેલા સંબંધો સુધારવા યુનુસની 'મેંગો-ડિપ્લોમસી' પી.એમ. મોદી સહિત મહત્ત્વના લોકોને કેરી મોકલી
બગડેલા સંબંધો સુધારવા યુનુસની 'મેંગો-ડિપ...
Jul 15, 2025
યુક્રેનની વહારે આવ્યા ટ્રમ્પ, પુતિનને ધમકી આપી કહ્યું, ‘50 દિવસમાં યુદ્ધ બંધ કરો નહીં તો...’
યુક્રેનની વહારે આવ્યા ટ્રમ્પ, પુતિનને ધમ...
Jul 15, 2025
મેટાની મોટી કાર્યવાહી, 1 કરોડ ફેસબૂક એકાઉન્ટ બંધ કર્યા
મેટાની મોટી કાર્યવાહી, 1 કરોડ ફેસબૂક એકા...
Jul 15, 2025
ગલવાન અથડામણ બાદ પહેલીવાર જિનપિંગ સાથે જયશંકરની મુલાકાત, જાણો ચીન વિશે શું કહ્યું
ગલવાન અથડામણ બાદ પહેલીવાર જિનપિંગ સાથે જ...
Jul 15, 2025
Trending NEWS

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025