‘નોકરીના ફોર્મ પર 18% GST, પેપર લીક, યુવાઓના નાણાં ડૂબ્યાં’ કેન્દ્ર પર ભડક્યા પ્રિયંકા ગાંધી
December 23, 2024
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પરીક્ષાના ફોર્મ પર જીએસટી વસૂલવા મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, ‘કેન્દ્ર સરકાર પરીક્ષાનું ફોર્મ પર જીએસટી વસૂલી રહી છે. જે માતા-પિતાએ પોતાના બાળકોની પરીક્ષાની તૈયારી માટે એક-એક પૈસા બચાવ્યા હતા, તેઓના સપનાને કેન્દ્ર સરકારે આવકના સોર્સમાં બદલી નાખ્યો છે.’
કેરળની વાયનાડ બેઠકના સાંસદ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા એક્સ પર સુલ્તાનપુરના કલ્યાણ સિંહ સુપર સ્પેશિયાલિટી કેન્સર ઈન્ટીટ્યૂટનું પરીક્ષા ફોર્મ શેર કર્યું છે, જેમાં પરીક્ષાના ફોર્મ પર 18 ટકા જીએસટી નાખ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.
તેમણે એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘ભાજપ યુવાઓને નોકરી આપી શકતી નથી, પરંતુ પરીક્ષાના ફોર્મ પર 18 ટકા જીએસટી લગાવી તેમના ઘા પર મીઠું ભભરાવવાનું કામ શરૂ કરી રહી છે. અગ્નિવીર સહિત તમામ સરકારી નોકરીના ફૉર્મ પર જીએસટી લગાવવામાં આવી રહ્યો છે. જો ફોર્મ ભર્યા બાદ સરકારની નિષ્ફળતા અથવા ભ્રષ્ટાચારના કારણે પેપર લીક થાય તો યુવાઓના નાણાં બરબાદ થઈ જાય છે.’
તેમણે સરકાર પર આકરા પ્રહારો કરી કહ્યું કે, ‘માતા-પિતા પોતાના બાળકના ભણતર માટે અને પરીક્ષાની તૈયારી માટે એક-એક પૈસા બચાવે છે, પરંતુ ભાજપ સરકારે તેમના સપનાને આવકનું સાધન બનાવી દીધું છે.Related Articles
સરકારી હોસ્પિટલમાં જ રહેશે સોનમ વાંગચુક, દિલ્હી હાઈકોર્ટે પત્નીની માંગને ફગાવી
સરકારી હોસ્પિટલમાં જ રહેશે સોનમ વાંગચુક,...
Jul 19, 2026
નાગાલેન્ડમાં કુદરતનો પ્રકોપ: ભૂસ્ખલનમાં 8ના મોત
નાગાલેન્ડમાં કુદરતનો પ્રકોપ: ભૂસ્ખલનમાં...
Jul 19, 2026
લોકસભા સ્પીકરે ચોમાસુ સત્ર પહેલા બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક બોલાવી
લોકસભા સ્પીકરે ચોમાસુ સત્ર પહેલા બિઝનેસ...
Jul 19, 2026
ભારતનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ
ભારતનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ 'વ...
Jul 18, 2026
આંધ્રપ્રદેશ બાદ હવે મહારાષ્ટ્રમાં કોરોનાનું પુનરાગમન : પુણે શહેરમાં સૌથી વધુ કેસ
આંધ્રપ્રદેશ બાદ હવે મહારાષ્ટ્રમાં કોરોના...
Jul 18, 2026
21.14 કરોડના નવા કોપ્પલ રેલવે સ્ટેશનમાં પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન પહેલાં જ પાણીનું લીકેજ, બાંધકામની ગુણવત્તા પર સવાલ
21.14 કરોડના નવા કોપ્પલ રેલવે સ્ટેશનમાં...
Jul 18, 2026
Trending NEWS
18 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026