પ્રિયંકા ગાંધી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ, ભાજપ નેતાએ લગાવ્યો ગંભીર આક્ષેપ
December 22, 2024
પ્રિયંકાની ચૂંટણીમાં થયેલી જીતને રદ કરવાની માંગ
વાયનાડ- ભાજપ નેતા નવ્યા હરિદાસે વાયનાડ બેઠક પરના કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ કેરાલા હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે પ્રિયંકાની ચૂંટણીમાં થયેલી જીતને કોર્ટમાં પડકારી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં વાયનાડ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર રાહુલ ગાંધીનો વિજય થયો હતો અને તેમણે ઉત્તર પ્રદેશની રાયબરેલીની બેઠક પરથી પણ જીત નોંધાવી હતી. જોકે રાહુલે વાયનાડ બેઠક ખાલી કરી દીધી હતી. ત્યારબાદ વાયનાડમાં પેટાચૂંટણી યોજાતા 13મી નવેમ્બરે પ્રિયંકા ગાંધીનો પાંચ લાખથી વધુ મતે વિજય થયો હતો.
નવ્યા હરિદાસે દાવો કર્યો છે કે, પ્રિયંકા ગાંધીએ ચૂંટણી એફિડેવીટમાં ખોટી માહિતી આપી છે. તેમણે પરિવારની સંપત્તિનો યોગ્ય ખુલાસો કર્યો નથી. આમ તેમણે આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ અનેક મહત્ત્વની વિગતો છુપાવી છે. ’ તેમણે એમ પણ કહ્યું કે, ‘મેં અગાઉ ચૂંટણી પંચમાં પણ ફરિયાદ નોંધાવી હતી, જોકે તેની હજુ સુનાવણી થઈ શકી નથી.’
તેમના વકીલ હરિકુમાર જી. નાયરે કહ્યું કે, પ્રિયંકાએ અનેક મહત્ત્વની સંપત્તિઓ દબાવી હોવાનો તેમજ ગેરમાર્ગો દોર્યા હોવાનો હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં આક્ષેપ કરાયો છે. નવ્યાએ પ્રિયંકાની ચૂંટણી જીતને રદ કરાવવાની માંગ કરી છે. તેમણે ખોટી માહિતી આપીને મતદારોને અંધારામાં રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટમાં 23 ડિસેમ્બરથી પાંચ જાન્યુઆરી સુધી રજાની જાહેરાત કરવામાં આવી છે, તેથી આ કેસની સુનાવણી આગામી વર્ષે જાન્યુઆરીમાં થઈ શકે છે..
પ્રિયંકાએ ચૂંટણી સોગંદનામામાં અંદાજે 12 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. કેરળના વાયનાડથી પોતાની પ્રથમ ચૂંટણી લડી રહેલી પ્રિયંકાએ પોતાના ચૂંટણી એફિડેવિટમાં 4.24 કરોડ રૂપિયાથી વધુની જંગમ સંપત્તિની માહિતી આપી હતી. પ્રિયંકા ગાંધીની એફિડેવિટ મુજબ, તેમના ત્રણ બેંકો એકાઉન્ટમાં 3.6 લાખ રૂપિયાના સેવિંગ એકાઉન્ટ્સ, રૂપિયા 2.24 કરોડના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને 17.38 લાખ રૂપિયાની PPF ડિપોઝિટ છે. આ ઉપરાંત તેમણે પતિ રોબર્ટ વાડ્રાએ ગિફ્ટ કરેલી આઠ લાખ રૂપિયાની હોન્ડા CRV કાર અને 1.44 કરોડ રૂપિયાની જ્વેલરીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
Related Articles
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચનાં મોત
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચ...
Jul 10, 2026
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત...
Jul 06, 2026
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદન...
Jul 06, 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પ...
Jul 06, 2026
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભાર...
Jul 06, 2026
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડ...
Jul 06, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026