કેનેડામાં પંજાબી ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા

September 21, 2023

અમૃતસર  : ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના તણાવ વચ્ચે કેનેડામાં A કેટેગરીના ગેંગસ્ટર સુખદુલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુન્નાકેની હત્યા કરવામાં આવી છે. તે નકલી પાસપોર્ટ તૈયાર કરીને વર્ષ 2017માં પંજાબથી કેનેડા ભાગી ગયો હતો. ખાલીસ્તાની આતંકી અર્શ ડલ્લાનો રાઈટ હેન્ડ હતો.

પ્રાથમિક માહિતી મુજબ સુખા દુન્નાકેને કેનેડાના વિનીપેગમાં ગોળી મારવામાં આવી છે. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. NIAએ તૈયાર કરેલી 41 આતંકવાદીઓ અને ગેંગસ્ટરોના લિસ્ટમાં સામેલ હતો, કેનેડામાં ખાલિસ્તાની નિજ્જરની હત્યા બાદ આ બીજી મોટી ઘટના છે.

કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ આ બીજી મોટી ઘટના છે. હત્યા કરાયેલ ગેંગસ્ટર સુખા ખાલિસ્તાની આતંકવાદી-ગેંગસ્ટર અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલ્લાનો જમણો હાથ માનવામાં આવતો હતો. તે કેનેડામાં બેસીને ભારતમાં તેના સાગરિતો પાસેથી ખંડણી વસૂલતો હતો.

સુખા દુન્નેકે પંજાબના મોગાના દુન્નેકે કલાન ગામનો રહેવાસી છે. 'A' કેટેગરી ગેંગસ્ટર સુખા દુન્નેકે ગુનાની દુનિયામાં પ્રવેશતા પહેલા મોગા ડીસી ઓફિસમાં કામ કરતો હતો. પોલીસની મદદથી બનાવટી દસ્તાવેજો પર પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવીને તે 2017માં કેનેડા ભાગી ગયો હતો. ત્યારે તેની સામે સાત ફોજદારી કેસ પેન્ડિંગ હતા. આ તમામ કેસ સ્થાનિક ગેંગની ગતિવિધિઓ સાથે સંબંધિત હતા.

સુખા દુન્નાકે પણ ઘણો સમય ફરીદકોટ જેલમાં વિતાવ્યો હતો અને જામીન પર બહાર આવ્યા બાદ તે વિદેશ ભાગી ગયો હતો. આટલું જ નહીં, નંગલ અંબિયા હત્યાકાંડમાં પણ દુન્નાકેનું નામ સામે આવ્યું હતું અને તેણે હથિયારો અને શૂટર્સ પૂરા પાડ્યા હોવાનો આરોપ છે. સુખા દુન્નાકેનો પુત્ર ગુરનૈબ સિંહ પંજાબના મોગાના દુન્નાકે કલાન ગામનો રહેવાસી છે.

સુખ દુન્નાકે મૂળ બંબીહા ગેંગ સાથે સંકળાયેલો હતો. કેનેડા ગયા પછી તરત જ તેણે ભારતમાં પોતાનું નેટવર્ક વિસ્તારવાનું શરૂ કર્યું. ત્યાં તે આતંકવાદી અર્શ ડલ્લાની નજીક આવ્યો હતો. તેણે રાજ્યમાં શસ્ત્રોનું સ્મગલિંગ અને ખંડણી શરૂ કરી.

કેનેડા ભાગી ગયા બાદ તેની સામે ચાર હત્યા સહિત અગિયાર વધુ કેસ નોંધવામાં આવ્યા હતા અને કુલ કેસની સંખ્યા 18 થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દુન્નાકે દવિન્દર બંબીહા ગેંગનો સહયોગી છે અને તે મુખ્યત્વે માલવા જિલ્લામાં કામ કરે છે.