ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે, ત્રીજી સપ્ટેમ્બરથી આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

September 02, 2025

ગુજરાતમાં મેઘમહેર યથાવત્‌ રહેતાં સરેરાશ 31.50 ઇંચ સાથે સિઝનનો 90 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ દરમિયાન રાજ્યમાં વરસાદની બે સિસ્ટમ એક્ટિવ હોવાથી આગામી ત્રીજીથી નવમી સપ્ટમ્બર સુધી વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગે રાજ્યના મોટાભાગ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી  છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, ત્રીજી અને ચોથી સપ્ટમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે

પાંચમી અને છઠ્ઠી સપ્ટમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી, દીવ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

સાતમી, આઠ અને નવમી સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.