રકુલ પ્રીત સિંહ નિતેશ તિવારીની રામાયણમાં શૂપર્ણખાના રોલ માટે કન્ફર્મ

February 12, 2024

મુંબઇ : નિતેશતિવારીની રામાયણ હાલ ચર્ચામાં છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે વારંવાર અપડેટ આવ્યા કરે છે. હવે લેટેસ્ટ અપડેટ એ છે કે, આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહની એન્ટ્રી થઇ ગઇ છે. ફિલ્મસર્જકે રકુલ પ્રીત સિંહને શૂપર્ણખાના રોલ માટે ફાઇનલ કરી દીધી છે. જોકે ફિલ્મસર્જકે હજી સુધી રકુલ પ્રીત સિંહના નામની સત્તાવાર ઘોષણા કરી નથી. ફિલ્મમાં જાન્હવી કપૂર રણબીર કપૂર સાથે જોડી જમાવવાની છે તેવીપણ વાત આવી હતી.પરંતુ પછીથી સ્પષ્ટ થઇ ગયું હતુ ંકે, રણબીર કપૂર સાથે સાંઇ પલ્લવી જ સીતા માતાની ભૂમિકામાંજોવા મળવાની છે. આ ફિલ્મમાં યશ કપૂર લંકેશ, સની દેઓલ હનુમાનના રોલમાં જોવા મળવાના છે.