હિંસાગ્રસ્ત રાખાઇન પ્રાંતને બાંગ્લાદેશ સાથે જોડતા કોરિડોરને સેનાનું રેડ સિગ્નલ
May 27, 2025

બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર અને સેનામાં વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મ્યાનમારના હિંસાગ્રસ્ત રાખાઇન પ્રાંતને બાંગ્લાદેશ સાથે જોડતા આ પ્રસ્તાવિત કોરિડોર સેના દ્વારા રેડ સિગ્નલ આપવામાં આવ્યું છે. આ વિવાદ માટે ખાસ પત્રકાર પરિષદમાં ખુલાસા કરવામાં આવ્યા હતા. પ્રસ્તાવિત કોરિડોર પર ત્યાંની સેનાએ કહ્યું કે, બાંગ્લાદેશ સેના દેશની સુરક્ષા સાથે સમાધાન કરતી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ થવાની નથી. એવું ન માની શકાય કે સરકાર અને સૈન્ય સંઘર્ષમાં કામ કરી રહ્યા છે. દેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ દ્વારા પ્રસ્તાવિત કોરિડોરનું ભવિષ્ય નક્કી કરી લીધું છે.
સેનાના વડા જનરલ વકાર ઉઝ ઝામાએ આ કોરિડોરને ‘બ્લડી કોરિડોર’ ગણાવ્યો હતો. આ પ્રોજેક્ટને સમાપ્ત કરવાનું કહ્યું હતું. ઢાકામાં લેફ્ટનન્ટ કર્નલ શફીકુલ ઇસ્લામે રાખાઇન રાજ્યમાં માનવતાવાદી કોરિડોર ખોલવાની વચગાળાની સરકારની અસંમતિ દર્શાવી, "કોરિડોર, રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વ સંબંધિત મુદ્દાઓ પર સેના કોઈ સમાધાન કરશે નહીં.
5 ઓગસ્ટ, 2024 ના શેખ હસીનાએ સત્તા છોડી દીધા પછી સેનાએ દેશ હિત માટે બધા સાથે સંકલન કર્યું છે. મોહમ્મદ યુનુસ વચગાળાની સરકારના વડા બન્યા અને સેનાએ દેશની સુરક્ષા સંભાળી લીધી છે. બ્રિગેડિયર જનરલ નાઝીમ ઉદ દૌલાએ કહ્યું કે, અમે સૌહાર્દપૂર્ણ અને પરસ્પર સમજણ સાથે કામ કરી રહ્યા છીએ. સેનાએ મીડિયાને કહ્યું કે સરકાર સાથે કોઈ વિવાદ નથી પરંતુ સેનાએ મ્યાનમાર કોરિડોર પર રેડ સિગ્નલ આપ્યું એ વિવાદની સાબિતી સમાન છે.
Related Articles
હોંગકોંગ અને ચીનમાં કોરોનાની એન્ટ્રી પછી યુએસમાં નવા વેરિએન્ટ એનબી ૧.૮.૧ ની વૃધ્ધિ
હોંગકોંગ અને ચીનમાં કોરોનાની એન્ટ્રી પછી...
May 27, 2025
યુક્રેને પ્રમુખ પુતિન પર ડ્રોનથી હુમલો કર્યો : રશિયન કમાન્ડર
યુક્રેને પ્રમુખ પુતિન પર ડ્રોનથી હુમલો ક...
May 27, 2025
ચીન ધીમે ધીમે ભારતનું પાણી અટકાવી રહ્યું હોવાનો સેટેલાઇટ ડેટામાં ઘટસ્ફોટ
ચીન ધીમે ધીમે ભારતનું પાણી અટકાવી રહ્યું...
May 27, 2025
બ્રિટનમાં પરેડ દરમિયાન કારચાલકે અનેક લોકોને કચડ્યા, જીતની ઉજવણી કરી રહ્યા હતા હજારો ફૂટબોલ ફેન્સ
બ્રિટનમાં પરેડ દરમિયાન કારચાલકે અનેક લોક...
May 27, 2025
લંડનના લિવરપૂલમાં કાર ચાલકે ભીડ પર કાર ચડાવી દેતા અનેક લોકો ઘાયલ
લંડનના લિવરપૂલમાં કાર ચાલકે ભીડ પર કાર ચ...
May 27, 2025
ઈઝરાયલે ગાઝામાં શાળામાં રહેતા શરણાર્થીઓ પર કર્યો હુમલો, 30ના મોત
ઈઝરાયલે ગાઝામાં શાળામાં રહેતા શરણાર્થીઓ...
May 26, 2025
Trending NEWS

27 May, 2025

27 May, 2025