Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

દરેક મૃતકના પરિવારને રૂ.1 કરોડ આપશે : ટાટા ગ્રૂપ, ઈજાગ્રસ્તોનો ખર્ચ પણ ઉઠાવશે

June 12, 2025

ગુરુવારે (12 જૂન) બપોરે લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં ટેકઓફ થયાના થોડીવાર પછી ક્રેશ થયું હતું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં બે પાયલોટ સહિત 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 241 લોકોના મોત થયા હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ટાટા ગ્રુપે જાહેરાત કરી છે કે, અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે એર ઇન્ડિયા ટાટા ગ્રુપની માલિકીની છે.

ટાટા સન્સના ચેરમેને ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરને કહ્યું છે કે, આ મુશ્કેલ સમયમાં શબ્દો ખૂટી પડે છે. અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી શોકની લાગણી વ્યક્ત કરીએ છીએ. પોતાના પ્રિયજનો ગુમાવનારા અને ઈજાગ્રસ્ત થનારા તમામ સાથે અમારી સંવેદના છે.