યુક્રેન પર રશિયાના મિસાઇલ-ડ્રોન હુમલા : 18નાં મોત, 131 ઘાયલ
June 03, 2026
યુક્રેનના હવાઇદળના જણાવ્યા અનુસાર રશિયાએ યુક્રેન પર ૭૩ મિસાઇલ્સ અને ૬૫૬ ડ્રોન હુમલા કર્યા હતા. જેમાં મુખ્ય ટાર્ગેટ કીવ, ડેનીપ્રો અને પૂર્વીય પ્રાંતનાશહેરો પોલટાવા, ખારકિવ અને ઝાપોરીઝઝફિયાને બનાવવામાં આવ્યા હતા. યુક્રેનના એરફોર્સે ૪૦ મિસાઇલ્સને અને ૬૦૨ ડ્રોનને નકામાં બનાવી દીધાં હતા. રશિયાના સંરક્ષણ મંત્રાલયે નિવેદન જારી કરી જણાવ્યું હતું કે મંગળવારે કીવ,ઝાપોરીઝઝફિયા, ખારકિવ, ડેનીપ્રોપેટ્રોવસ્ક, પોલટાવા અને સુમી પ્રાંતના મિલિટરી-ઇન્ડસ્ટ્રિયલ એકમો પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. યુક્રેનના જણાવ્યા અનુસાર રહેઠાણો, ઉર્જા અને સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રકચર્સને નુકશાન થયું હતું પણ લશ્કરના કોઇ થાણાંને નુકસાન થયું નથી. ત્રણ ક્રૂઝ મિસાઇલ્સ સહિત ૩૦ બેલિસ્ટિક મિસાઇલ્સ અને ૩૩ ડ્રોન્સે યુક્રેનના ૩૮ સ્થળોને નિશાન બનાવ્યા હતા. કીવમાં આ હુમલાઓમાં ચાર જણાંના મોત થયા હતા અને ત્રણ બાળકો સહિત ૭૯ લોકો ઘાયલ થયા હતા. કીવના આઠ જિલ્લાઓમાં રહેઠાણો તથા અન્ય નાગરી સુવિધાઓને નુકશાન થયું હતું.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહ...
Aug 22, 2026
Trending NEWS
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026