સેન્સેક્સ 450 પોઈન્ટ ઉછળ્યો, મૂડી ત્રણ લાખ કરોડ વધી, ફાઈનાન્સ, ટેલિકોમ, મેટલ શેરોમાં ખરીદી
February 13, 2025

શેરબજાર આજે સુધારા તરફી ખૂલ્યા બાદ પોઝિટિવ ટ્રેન્ડમાં ટ્રેડ થઈ રહ્યા છે. જો કે, વોલેટિલિટીનો માહોલ પણ જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 10.21 વાગ્યા સુધીમાં 650 પોઈન્ટની ઉથલ-પાથલ બાદ 10.22 વાગ્યે 344.05 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી માત્ર ચાર શેર ઘટાડા તરફી જ્યારે અન્ય 26 શેર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા.
નિફ્ટી 50 120.20 પોઈન્ટના ઉછાળે 23165.45 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સ્થાનિક સ્તરે ફુગાવાના ડેટાના કારણે વ્યાજના દરો વધુ ઘટવાની શક્યતા સાથે રોકાણકારો હવે ધીમા ધોરણે ખરીદી વધારી રહ્યા છે. એનએસઈ ખાતે કુલ ટ્રેડેડ 2640 શેર પૈકી 1887 સુધારા તરફી અને 690 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ દર્શાવે છે. સેન્સેક્સ પેકમાં ઈન્ફોસિસ (-0.50 ટકા), એચડીએફસી બેન્ક (0.37 ટકા), ટીસીએસ (0.26 ટકા), અને એસબીઆઈ (0.24 ટકા) ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.
અમેરિકામાં ફુગાવાની ચિંતા, ત્રીજા ક્વાર્ટરના નિરાશાજનક પરિણામો, યુએસ ટેરિફ તણાવમાં વધારો અને સતત FII આઉટફ્લો વચ્ચે બેન્ચમાર્ક સતત છ સેશનથી ઘટાડા તરફી રહ્યા હતા. જોકે, આજે નિફ્ટીમાં ફાઈનાન્સ, ઓટો અને હેલ્થકેર શેરોમાં ઉછાળો નોંધાયો છે.
ટેલિકોમ, રિયાલ્ટી, મેટલ, પાવર શેરોમાં આજે ખરીદી વધી છે. પરિણામે ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઉછળ્યા છે. રોકાણકારોની મૂડીમાં રૂ. 3 લાખ કરોડનો વધારો થયો છે. ગઈકાલે શેરબજારમાં મોટાપાયે વોલેટિલિટી જોવા મળી હતી. વિદેશી રોકાણકારોએ પણ રૂ. 4969 કરોડની નેટ વેચવાલી નોંધાવી હતી.
Related Articles
ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે સોના-ચાંદીના ભાવ ગગડ્યા, MCX સોનામાં રૂ. 800નો કડાકો, ચાંદી પણ નરમ
ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે સોના-ચાંદીન...
May 07, 2025
સેન્સેક્સમાં 707 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી ત્રણ મહિના બાદ 24000 ક્રોસ, 265 શેરમાં અપર સર્કિટ
સેન્સેક્સમાં 707 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી...
Apr 21, 2025
શેરબજારમાં સળંગ ચોથા દિવસે તેજી, સેન્સેક્સ 1100 પોઈન્ટ ઉછળી 78000 ક્રોસ, બેન્કેક્સ ઓલટાઈમ હાઈ
શેરબજારમાં સળંગ ચોથા દિવસે તેજી, સેન્સેક...
Apr 17, 2025
ટેરિફ રાહતથી શેરબજાર ખુશખુશાલ! સેન્સેક્સ 1750 પોઈન્ટ ઉછળ્યો, મૂડીમાં 9 લાખ કરોડનો વધારો
ટેરિફ રાહતથી શેરબજાર ખુશખુશાલ! સેન્સેક્સ...
Apr 15, 2025
શેરબજારમાં ઉથલ-પાથલ વધી, સેન્સેક્સમાં 400 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 22400 અંદર, IT શેર્સ કડડભૂસ
શેરબજારમાં ઉથલ-પાથલ વધી, સેન્સેક્સમાં 40...
Apr 09, 2025
Trending NEWS

07 May, 2025