સેન્સેકસ 235 અંક ઘટીને 61428 પર ખૂલ્યો

November 21, 2022

સપ્તાહના પહેલાં ટ્રેડિંગ સેશનમાં બજારમાં આજે ઘટાડા સાથે શરૂઆત થઇ છે અને સ્થાનિક બજારમાં નરમાઇ જોવા મળી રહી છે. આજે બજારને વૈશ્વિક બજારોમાંથી ખાસ સપોર્ટ મળ્યો નથી અને ડોમેસ્ટિક ઇંડીકેશનથી પણ કોઇ મોટી વાત થઇ નથી. શરૂઆતમાં 0.35 ટકા તૂટીને ખૂલ્યા બાદ ઓપનિંગ મિનિટોમાં જ સેન્સેકસ-નિફટી 0.50 ટકાથી વધુ તૂટ્યો છે.

બોમ્બે સ્ટોક એકસેન્જ (બીએસઇ) ખાતે સેન્સેકસ 235 અંક ઘટીને 61428 પર ખૂલ્યો. નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઇ) ખાતે નિફટી 83 અંક ઘટીને 18224 પર ખૂલી.

શેરબજારની પ્રી-ઓપનિંગમાં આજે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સેન્સેક-નિફ્ટી રેડ ઝોનમાં વેપાર કરી રહી છે. બીએસઇ ખાતે સેન્સેકસ 237 અંક એટલે કે 0.38 ટકાના ઘટાડા સાથે 61426ની સપાટી પર બની રહ્યું હતું. તો એનએસઇ ખાતે નિફટી 66.85 એટલે કે 0.37 ટકાના ઘટાડા સાથે 18240ની સપાટી પર વેપાર કરી રહ્યો હતો.