અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવ દરમિયાન ગોળીબાર, 2 લોકોના મોત, 5થી વધુ ઘાયલ
July 27, 2026
અમેરિકાના સિએટલ શહેરમાંથી એક મોટા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં આયોજિત વાર્ષિક 'બાઈટ ઓફ સિએટલ ફૂડ ફેસ્ટિવલ' (Bite of Seattle Festival) દરમિયાન એક અજ્ઞાત બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ભીષણ ગોળીબારની ઘટનામાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે ઓછામાં ઓછા 5 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ કરૂણ ઘટના સ્થાનિક સમય અનુસાર રવિવારે સાંજે આશરે 6 વાગ્યે સિએટલ સેન્ટર આર્મરી બિલ્ડિંગની બિલકુલ બહાર બની હતી. તે સમયે વાર્ષિક ફૂડ ફેસ્ટિવલનો આનંદ માણવા માટે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અચાનક થયેલા ફાયરિંગને કારણે લોકોમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઈમરજન્સી સેવાઓની ટીમોએ સ્થળ પર પહોંચીને મોટા પાયે રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
ઘટના બાદ સિએટલ પોલીસે સમગ્ર પ્રભાવિત વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સામાન્ય નાગરિકોને તે તરફ ન જવાની સખત અપીલ કરી છે. પોલીસની ટીમ આ ગોળીબાર પાછળના કારણો અને હુમલાખોરની શોધખોળ માટે સઘન તપાસ ચલાવી રહી છે.
Related Articles
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મોસ્કોમાં ભારે તબાહી
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મ...
Sep 20, 2026
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ, દક્ષિણ કોરિયા સહિત અમેરિકા અને જાપાન ભડક્યાં
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ...
Sep 20, 2026
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના બહેનની ધરપકડ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના...
Sep 20, 2026
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો...
Sep 20, 2026
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્ન...
Sep 19, 2026
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026