₹14000ના ઉછાળા સાથે ચાંદી 254000ને પાર, સોનુ પણ ઐતિહાસિક સપાટીએ
December 29, 2025
સોના-ચાંદીમાં રોકાણ કરનારા રોકાણકારોને જોરદાર નફો મળી રહ્યો છે. ખાસ કરીને ચાંદીમાં ઐતિહાસિક તેજીનો દોર હજુ પણ યથાવત્ છે. MCXની વાત કરીએ તો વાયદા બજારમાં ચાંદી આજે ઐતિહાસિક 14387 રૂપિયાના ઉછાળા સાથે તમામ રેકોર્ડ તોડતાં 254174ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શી ગઈ હતી.
ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ મજબૂતી જોવા મળી હતી અને તેણે પણ નવી રેકોર્ડ સપાટી બનાવી હતી. ગત શુક્રવારે સોનું 139873ના ભાવે વાયદા બજારમાં બંધ થયું હતું ત્યારે સોમવારે નવા વેપાર અઠવાડિયાની શરૂઆત સાથે જ 571 રૂપિયાનો ઉછાળો આવતા સોનાએ 140444 રૂપિયાની સપાટીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ ઐતિહાસિક તેજીને કારણે બુલિયન માર્કેટમાં રોકાણકારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
નિષ્ણાતો કહે છે કે આવનારા નવા વર્ષ 2026માં પણ સોના અને ચાંદીમાં રેકોર્ડ તેજીનો દોર યથાવત્ રહેશે. ચાંદીનો ભાવ 300000 પ્રતિ કિલોગ્રામ તો સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામનો ભાવ 160000ને પાર થઇ શકે છે.
Related Articles
ચાંદીમાં એકઝાટકે રૂ.5500 તો સોનામાં રૂ.1000 થી વધુનો કડાકો, વાયદા બજારમાં ભૂકંપ
ચાંદીમાં એકઝાટકે રૂ.5500 તો સોનામાં રૂ.1...
Jul 01, 2026
ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો કડાકો
ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો...
Jun 27, 2026
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500...
Jun 23, 2026
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિયો 95 નીચે
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદ...
Jun 22, 2026
સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી
સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી...
Jun 15, 2026
મસ્કની સ્પેસ એક્સનો IPO રેકોર્ડ, 4400 કર્મચારી રાતોરાત કરોડપતિ બની ગયા
મસ્કની સ્પેસ એક્સનો IPO રેકોર્ડ, 4400 કર...
Jun 12, 2026
Trending NEWS
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
04 July, 2026
04 July, 2026
03 July, 2026
03 July, 2026