યુક્રેનમાં બ્લેક સી બંદરો પર રશિયાના આડેધડ હુમલા બાદ સ્થિતિ ગંભીર
August 02, 2026
યુક્રેન : યુક્રેનના બ્લેક સી પોર્ટ્સ આજકાલ રશિયા-યુક્રેન યુદ્ધનો મહત્વનો હિસ્સો બની ગયા છે. આ પોર્ટ્સ માત્ર સામાન મોકલવાના રસ્તા નથી, પરંતુ યુક્રેનની અર્થવ્યવસ્થા અને અનાજ વેપાર માટે ખૂબ જરૂરી છે. અહીંથી ઘઉં, મકાઈ, સૂરજમુખી તેલ અને અન્ય કૃષિ ઉત્પાદનો દુનિયાના અનેક દેશો સુધી પહોંચે છે. આ જ કારણે આ પોર્ટ્સ પર વધતા હુમલાઓએ યુક્રેનની ચિંતા વધારી દીધી છે. રશિયાએ યુક્રેનના ઓડેસા સહિતના અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં ડ્રોન અને મિસાઇલ હુમલા તેજ કર્યા છે. આ હુમલાઓની અસર દરિયાઈ વેપાર, અનાજ નિકાસ અને યુક્રેનની કમાણી પર પડી રહી છે.
યુક્રેનની કુલ નિકાસમાં કૃષિ ઉત્પાદનોનો હિસ્સો લગભગ 60% છે. એવામાં જો પોર્ટ્સ પરથી સામાન મોકલવામાં મુશ્કેલી આવે, તો તેની સીધી અસર દેશની અર્થવ્યવસ્થા પર પડી શકે છે. વળી, હુમલાના જોખમને કારણે ઘણી શિપિંગ કંપનીઓ પણ યુક્રેનના બંદરો પર જવાથી બચી રહી છે. યુક્રેનના બ્લેક સી પોર્ટ્સ દેશના સૌથી મોટા વેપારી માર્ગોમાં સામેલ છે. રશિયા આ પોર્ટ્સ પર દબાણ બનાવીને યુક્રેનની એક્સપોર્ટ સિસ્ટમને નબળી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો દરિયાઈ માર્ગે સામાન મોકલવો મુશ્કેલ બને તો, યુક્રેનની વિદેશી કમાણી ઘટી શકે છે, અને યુદ્ધ દરમિયાન તેની આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે.
હુમલાના વધતા જોખમને કારણે જહાજ કંપનીઓ પણ સાવચેતી વર્તી રહી છે. અહેવાલો મુજબ, લગભગ 90% જહાજ ઓપરેટરોએ યુક્રેનના પોર્ટ્સ પર પોતાની અવરજવર ઘટાડી દીધી છે. તેનું મોટું કારણ યુદ્ધનું જોખમ અને વધતો વીમા ખર્ચ છે.
યુક્રેન સામે એક મોટી સમસ્યા મિસાઇલ હુમલાઓથી બચાવની છે. રશિયા સતત ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરી રહ્યું છે. આ હુમલા રોકવા માટે યુક્રેન અમેરિકી પેટ્રિઓટ એર ડિફેન્સ સિસ્ટમ પર નિર્ભર છે, પરંતુ તેની સંખ્યા મર્યાદિત છે. જો યુક્રેન આ સિસ્ટમ પોર્ટ્સની સુરક્ષામાં લગાવે, તો બીજા શહેરો અને સૈન્ય મથકોની સુરક્ષા પ્રભાવિત થઈ શકે છે.
Related Articles
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મોસ્કોમાં ભારે તબાહી
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મ...
Sep 20, 2026
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ, દક્ષિણ કોરિયા સહિત અમેરિકા અને જાપાન ભડક્યાં
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ...
Sep 20, 2026
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના બહેનની ધરપકડ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના...
Sep 20, 2026
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો...
Sep 20, 2026
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્ન...
Sep 19, 2026
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026