એન્જિનની ક્ષમતા ઘટતા અમેરિકાના મિસોરીમાં સ્કાઈડાઈવિંગ પ્લેન ક્રેશ: 12 મુસાફરોના ઘટનાસ્થળે મોત
June 15, 2026
અમેરિકાના મિસોરી રાજ્યમાં એક મોટો વિમાની અકસ્માત સર્જાયો હતો. કેન્સાસ સિટીથી આશરે 65 માઈલ દક્ષિણમાં આવેલા બટલર મેમોરિયલ એરપોર્ટ નજીક સ્કાઈડાઈવિંગ કરાવતું એક ખાનગી પ્લેન ક્રેશ થઈને આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં પ્લેનમાં સવાર તમામ 12 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, આ દુર્ઘટના સ્થાનિક સમયાનુસાર રવિવારે સવારે લગભગ 11:30 વાગ્યે બની હતી.
દુર્ઘટના અંગે 911 ઈમરજન્સી લાઈન પર પ્લેન આગની લપેટો વચ્ચે તૂટી પડ્યું હોવાની માહિતી મળતા જ મિસોરી હાઈવે પેટ્રોલ, બટલર પોલીસ વિભાગ અને બેટ્સ કાઉન્ટી શેરિફ ઓફિસ સહિતની અનેક બચાવ એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મિસોરી હાઈવે પેટ્રોલના સાર્જન્ટ જસ્ટિન ઇવિંગે જણાવ્યું હતું કે, અકસ્માતનું દ્રશ્ય અત્યંત ભયાવહ હતું. વિમાન એરપોર્ટની નજીક આવેલા એક ખુલ્લા ખેતરમાં ખાબક્યું હતું. બચાવકર્મીઓએ ઘટનાસ્થળે પહોંચીને સળગતા વિમાનની આગ પર કાબૂ મેળવી લીધો હતો. આસપાસના રસ્તાઓ બ્લોક કરીને કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે, જોકે હજુ સુધી મૃતકોની સત્તાવાર ઓળખ જાહેર કરવામાં આવી નથી.
બેટ્સ કાઉન્ટી ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ડાયરેક્ટર અને એરપોર્ટના એક્ટિંગ મેનેજર ડેનિસ જેકબ્સે જણાવ્યું હતું કે, આ ખાનગી પ્લેનનું સંચાલન સ્કાઈડાઈવ કેન્સાસ સિટી નામની સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું હતું. તેમણે અકસ્માતનું પ્રાથમિક કારણ સમજાવતા કહ્યું કે, વિમાને એરપોર્ટ પરથી ટેક-ઓફ કર્યું અને ડાબી બાજુ વળાંક લીધો તે જ સમયે અચાનક તેની એન્જિન ક્ષમતા ઓછી થઈ ગઈ હોય તેવું લાગ્યું હતું. પાયલોટે પ્લેનને નજીકના હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ પૂરતી સ્પીડ ન હોવાને કારણે પ્લેન હવામાં જ નિયંત્રણ ગુમાવી બેઠું અને તેનો આગળનો ભાગ સીધો જમીન તરફ નમી ગયો. જમીન સાથે અથડાતાની સાથે જ પ્લેનમાં પ્રચંડ બ્લાસ્ટ થયો અને તે આગની લપેટમાં આવી ગયું હતું. હાલમાં ઉચ્ચ સ્તરીય તપાસ એજન્સીઓ દ્વારા અકસ્માતના ચોક્કસ ટેકનિકલ કારણો શોધવા માટે તપાસ ચાલી રહી છે.
Related Articles
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026