ચક્રવાત ફેંગલને લઇને 27 નવેમ્બરે કેટલીક ફ્લાઇટ અને ટ્રેનને રદ કરાઈ

November 27, 2024

દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણની વાત કરીએ તો ક્યાંક હજી ગરમી તો ક્યાંક ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. પરંતુ વધુ એકવાર દેશ પર વાવાઝોડાનો ખતરો વર્તાયો છે. પરિણામે વિવિધ રાજ્યોમાં અત્યારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ચક્રવાત ફેંગલને લઇને 27 નવેમ્બરે કેટલીક ફ્લાઇટ અને ટ્રેનને રદ કરવામાં આવી છે. વાતાવરણમાં બદલાવને કારણે એરલાઇન દ્વારા ઘણી ફ્લાઇટ રદ કરવામાં આવી છે જેની માહિતી એક્સ પર આપવામાં આવી છે.

ઈન્ડિગોએ ચેન્નાઈ, તુતીકોરિન અને મદુરાઈથી આવતી ફ્લાઈટ્સ માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે 27 નવેમ્બરના રોજ ઓપરેટ થનારી ફ્લાઈટ્સ બદલાતા હવામાનને કારણે રદ કરવામાં આવી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિકૂળ હવામાનના કારણે ચેન્નાઈ, તુતીકોરીન અને મદુરાઈની ફ્લાઈટને અસર થઈ રહી છે. આ સિવાય તિરુચિરાપલ્લી અને સાલેમની ફ્લાઈટને પણ અસર થઈ રહી છે. એરલાઈને મુસાફરોને તેમની મુસાફરીના અપડેટ્સ માટે http://bit.ly/3DNYJqj સાથે જોડાયેલા રહેવાની સલાહ આપી છે.