શેરબજારમાં ધમાકેદાર તેજી: સેન્સેક્સ 78,000 ને પાર, નિફ્ટીમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો
April 15, 2026
ભારતીય શેરબજારમાં આજે (15 એપ્રિલ, 2026) જબરદસ્ત તેજી જોવા મળી હતી. સવારથી જ બજારમાં પોઝિટિવ માહોલ રહ્યો અને ભારે લેવાલીના કારણે મુખ્ય સૂચકો ઊંચાઈએ પહોંચ્યા. ખાસ કરીને બેન્કિંગ, આઈટી અને રિયલ્ટી શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી.
BSE સેન્સેક્સમાં દિવસની શરૂઆત સાથે જ 1400થી વધુ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. બાદમાં થોડી નરમાઈ છતાં બજાર મજબૂત રહ્યું. સમાચાર લખાવા સુધી સેન્સેક્સ 1,242.11 પોઇન્ટ એટલે કે 1.62% વધી 78,021.51 પર ટ્રેડ કરી રહ્યો હતો. દિવસ દરમિયાન તેનો ઉચ્ચ સ્તર 78,270.42 અને નીચું સ્તર 77,913.11 રહ્યું. ગઈકાલે તે 76,847.57 પર બંધ થયો હતો, જ્યારે 52 અઠવાડિયાનો ઉચ્ચ સ્તર 86,159.02 છે.
નિફ્ટી પણ સવારમાં 438 પોઇન્ટ ઉછળ્યો હતો. બાદમાં થોડો ઘટાડો છતાં મજબૂત રહ્યો. સમાચાર લખાવા સુધી નિફ્ટી 377.40 પોઇન્ટ એટલે કે 1.58% વધી 24,220.05 પર ટ્રેડ કરી રહ્યો હતો. દિવસ દરમિયાન તેનો ઉચ્ચ સ્તર 24,280.90 અને નીચું સ્તર 24,162.70 રહ્યું. ગઈકાલે તે 23,842.65 પર બંધ થયો હતો, જ્યારે 52 અઠવાડિયાનો ઉચ્ચ સ્તર 26,373.20 છે.
ક્રૂડ ઓઈલની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રૂડ લગભગ 3% ઘટીને 96.41 ડૉલર પ્રતિ બેરલ સુધી આવ્યું છે, જ્યારે WTI ક્રૂડમાં આશરે 6% ઘટાડો થઈ 93.90 ડૉલર પ્રતિ બેરલ રહ્યો છે. આ ઘટાડો બજાર માટે સકારાત્મક માનવામાં આવે છે.
Related Articles
યુપીના રબૂપુરામાં કમકમાટી, ચા-મેગી ખાઈ સૂઈ ગયેલા માતા-પિતા અને 3 બાળક સહિત 5ના મોત
યુપીના રબૂપુરામાં કમકમાટી, ચા-મેગી ખાઈ સ...
Oct 17, 2026
ભારતનું અર્થતંત્ર લગાવશે લાંબી છલાંગ!, 10%થી વધુ ગ્રોથની નાણામંત્રીને આશા
ભારતનું અર્થતંત્ર લગાવશે લાંબી છલાંગ!, 1...
Sep 27, 2026
કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લાલઘૂમ, વેપાર રોકવાની ધમકી
કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લ...
Sep 18, 2026
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટી 75770 પર, IT-ઓટો શેરમાં વેચવાલી
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સ...
Sep 08, 2026
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા માળે આગ લાગતા 2નાં મોત, 6 ઘાયલ
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા મ...
Aug 12, 2026
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆઈમાં કોઈ રાહત નહીં : RBI ગવર્નર સંજય મલ્હોત્રાની જાહેરાત
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆ...
Aug 05, 2026
Trending NEWS
19 October, 2026
19 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026