‘લેબેનોન પર હુમલા બંધ કરો, નહિતર તેલ અવીવ સુરક્ષિત નહીં રહે’, ઈરાનની ઈઝરાયલને ખુલ્લી ધમકી
April 08, 2026
અમેરિકા અને ઈરાને 14 દિવસના યુદ્ધવિરામની જાહેરાત કર્યા બાદ વિશ્વભરે હાશકારો લીધો છે. જોકે બીજીતરફ લેબેનોનમાં હુમલા બદલ ઈરાને ઈઝરાયલને ધમકી આપી છે. ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે (IRIB) સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, જો ઈઝરાયલ થોડાં જ કલાકોમાં દક્ષિણ લેબેનોનમાં હુમલા બંધ નહીં કરે તો ઈઝરાયલી વાયુ સેના અને મિસાઈલ યુનિટ્સ રાજધાની તેલ અવીવમાં બોંબમારો શરૂ કરશે.’
યુદ્ધવિરામ અંગે ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ સત્તાવાર નિવેદન આપ્યું છે કે, ‘અમેરિકા-ઈરાન વચ્ચે બે અઠવાડિયાનું યુદ્ધવિરામ થયું છે, પરંતુ તે લેબેનોન પર લાગુ થતું નથી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધના હુમલા બે સપ્તાહ સુધી અટકાવવાનો નિર્ણય લીધો છે, જેનું ઈઝરાયલ સમર્થન કરે છે. યુદ્ધવિરામમાં શરત મૂકાઈ છે કે, ઈરાન તાત્કાલીક હોર્મુઝ જળમાર્ગ ખોલે અને અમેરિકા, ઈઝરાયલ સહિત પરના હુમલા પણ અટકાવી દે.’ બીજીતરફ ઈઝરાયલી સેનાએ કહ્યું કે, અમારી સેના યુદ્ધમાં પણ લેબેનોનના લશ્કરી દળ હિઝબુલ્લા વિરુદ્ધ લડાઈ અને જમીન પરની કાર્યવાહી ચાલુ રાખશે.
ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે કડક ડેડલાઇન પૂરી થવાના ગણતરીની મિનિટો પહેલા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર જાહેરાત કરી છે કે, તેઓ ઈરાન પરના બોમ્બમારો અને હુમલાને બે અઠવાડિયા માટે સ્થગિત કરવા સંમત થયા છે. આ નિર્ણયને વ્યાપક યુદ્ધવિરામ તરફનું પ્રથમ મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. હોર્મુઝ જળમાર્ગ તાત્કાલીક ખોલી દેવાનો અમેરિકાનો પ્રસ્તાવ ઈરાને સ્વિકારી લીધા બાદ યુદ્ધવિરામની જાહેરાત કરાઈ છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ પણ કહ્યું છે કે, જો ઈરાન પર હુમલા બંધ થશે તો તહેરાન પણ સૈન્ય કાર્યવાહી અટકાવી દેશે. યુદ્ધમાં હિઝબુલ્લાએ ઈરાનને સાથ આપ્યો છે. ત્યારે ઈરાને એવું પણ કહ્યું કે, ઈઝરાયેલે પણ હિઝબુલ્લા વિરુદ્ધના હુમલા રોકવા પડશે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026