OTT પર સર્જનાત્મકતાના નામે અશ્લીલતા સામે કડક કાર્યવાહી કરાશે : અનુરાગ ઠાકુર

March 19, 2023

આ મામલે કેન્દ્ર સરકાર ગંભીર છે અને સરકાર આ દિશામાં પાછળ હટશે નહીં : I&B મંત્રી

દિલ્હી- માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે જણાવ્યું હતું કે સરકાર OTT પર અશ્લીલ સામગ્રી વિશેની ફરિયાદો અંગે ગંભીર છે અને તેને રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે. સર્જનાત્મકતાના નામે દુરુપયોગ અને અસભ્યતાને સહન કરી શકાય નહીં. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે જો સરકારને આ અંગેના નિયમોમાં ફેરફાર કરવો પડશે તો I&B મંત્રાલય પાછળ હટશે નહીં.

OTT પર અશ્લીલતા, દુરુપયોગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સર્જનાત્મકતાના નામે અસભ્યતા અને અશ્લિલતા સહન કરવામાં આવશે નહીં. OTT પર વધી રહેલી અશ્લીલ સામગ્રીની ફરિયાદો અંગે સરકાર ગંભીર છે. જો આ અંગેના નિયમોમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડશે તો I&B મંત્રાલય તે દિશામાં પાછળ હટશે નહીં. અશ્લીલતા અને દુરુપયોગને રોકવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ તેણે જણાવ્યુ હતું.