બેટિંગ એપ કેસમાં EDનો સકંજો, યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પાને સમન્સ, સોનુ સૂદને પણ તેડું

September 16, 2025

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ગેરકાયદે ઓનલાઈન સટ્ટાબાજી એપ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા, યુવરાજસિંહ અને અબિનેતા સોનુ સુદને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. પીટીઆઈ ન્યૂઝ એજન્સીના સૂત્રો પાસેથી મંગળવારે આ માહિતી મળી હતી. 

39 વર્ષીય ઉથપ્પાને 1xBet નામના પ્લેટફોર્મ સાથે સંકળાયેલા આ કેસમાં મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ નિવેદન નોંધાવવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. 22 સપ્ટેમ્બરેના રોજ ઉથપ્પાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. જયારે યુવરાજને 23 સપ્ટેમ્બરે તપાસ એજન્સી સમક્ષ હાજર થવા જણાવ્યું છે.