Breaking News :
ગુજરાતના 10 જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે થાઈલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીનો શાળામાં ગોળીબાર, દાદા-દાદીની પણ હત્યા, 8નાં મોત CJPની કોર કમિટીમાં સગાવાદના આરોપે હોબાળો, અભિજીત દીપકેના ઘર બહાર યુવાનોના ધરણા અમેરિકામાં બાળકને જન્મ આપી નાગરિકતા મેળવવા પર ટ્રમ્પનો પ્રતિબંધ, ઑપરેટર્સ સામે પણ કાર્યવાહી તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની પત્ની સંગીતાએ ચેંગલપટ્ટુ કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચતા કેસ બંધ ભારતીય બોક્સ ઓફિસ પર ટોમ હોલેન્ડની સ્પાઇડર-મેન બ્રાન્ડ ન્યૂ ડે ફિલ્મે 30 જુલાઈએ રિલીઝ થઈ બે દિવસમાં 100 કરોડ પાર કર્યા

એક વિકેટ લેતા જ સુનીલ નરેનનો મોટો વિક્રમ, IPLમાં 'બેવડી સદી' કરનાર પ્રથમ વિદેશી બોલર

May 05, 2026

સુનીલ નરેને IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં વધુ એક મોટો વિક્રમ પોતાના નામે કર્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના આ દિગ્ગજ સ્પિનરે આજે 3 મે (રવિવાર)ના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં સલિલ અરોરાને આઉટ કરીને ઈતિહાસ રચી દીધો છે. સુનીલ નરેન IPLમાં 200 વિકેટ લેનાર પ્રથમ વિદેશી બોલર બની ગયો છે. એકંદરે આ લીગમાં 200 વિકેટ લેનાર તે ત્રીજો બોલર છે. તેના પહેલા આ સિદ્ધિ યુઝવેન્દ્ર ચહલ (228 વિકેટ) અને ભુવનેશ્વર કુમાર (215 વિકેટ) મેળવી ચૂક્યા છે. નરેને આ સિદ્ધિ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં હાંસલ કરી હતી. તેણે આ મેચમાં 4 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ લીધી હતી. 2012થી સતત KKR માટે રમી રહેલો નરેન IPLના ઈતિહાસમાં એક જ ટીમ માટે 200 વિકેટ લેનાર પ્રથમ બોલર પણ બની ગયો છે. તેણે અત્યાર સુધી 197 આઈપીએલ મેચોમાં 201 વિકેટ ઝડપી છે અને તેની સરેરાશ 25.53 રહી છે. સુનીલ નરેનની સૌથી મોટી તાકાત તેની કરકસરયુક્ત બોલિંગ રહી છે. IPLમાં તેનો ઈકોનોમી રેટ 6.79 છે, જે તેને લીગના સૌથી શ્રેષ્ઠ બોલરોમાં સામેલ કરે છે. તે IPL ઈતિહાસનો એકમાત્ર એવો બોલર છે, જેણે 100 થી વધુ વિકેટ 7 કરતા ઓછા ઈકોનોમી રેટ સાથે લીધી છે. આ ઉપરાંત, નરેનના નામે IPLમાં 8 વખત ચાર કે તેથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે, જેમાં એક ફાઈવ વિકેટ હોલ અને એક હેટ્રિક પણ સામેલ છે. છતાં પણ આ મામલે તે માત્ર યુઝવેન્દ્ર ચહલથી પાછળ છે.