સુનીલ શેટ્ટીએ મીઠાઈઓ વહેંચી, કહ્યું IPL બાદ રિસેપ્શન

January 23, 2023

રાહુલ અથિયાના લગ્ન સાઉથ ઈન્ડિયન પરંપરા મુજબ થયા, સુનીલ શેટ્ટીએ રિસેપ્શનની જાહેરાત કરી
મુંબઈ- અભિનેત્રી અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલામાં આવેલા બંગલામાં સાઉથ ઈન્ડિયન પરંપરા મુજબ થયા છે. સુનિલ શેટ્ટીએ ખંડાલાવાલા બંગલામાં જ સમારંભ પૂર્ણ કર્યો છે. આ સમારંભ સંપૂર્ણ રીતે પ્રાઈવેટ રખાયો હતો. આ રોયલ વેન્ડિંગમાં બોલિવૂડ અને સ્પોર્ટ્સ જગતના સેલિબ્રિટીઓ તેમજ કપલના નજીકના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


પાપારાજી સાથે વાત કરતા સુનિલ શેટ્ટીએ કહ્યું કે, તેઓ કેએલ રાહુલના સસરા નહીં પણ પિતા બનવા ઈચ્છે છે. તેમણે એમ પણ જણાવ્યું કે, આઈપીએલ બાદ અથિયા અને કેએલ રાહુલના લગ્નનું રિસેપ્શન યોજવામાં આવશે.


અથિયા શેટ્ટીના પિતા અને બોલિવૂડના સ્ટાર સુનિલ શેટ્ટી મીડિયા સાથે મુલાકાત કરવા બહાર આવ્યા છે. તેમણે પેસ્ટલ પિંક કલરની ધોતી અને કુર્તો પહેર્યો છે. સુનિલની સાથે તેમનો પુત્ર અહાન શેટ્ટી પણ જોવા મળ્યો હતો. બંનેએ પાપારાજીને મિઠાઈ આપી હતી.