સુરત હીરા ચોરી કેસ: 5 તસ્કરો ચોરી કરી 2 રિક્ષામાં થયા હતા ફરાર, બેથી ત્રણ લોકોના ફિંગર પ્રિન્ટ મળ્યા
August 19, 2025

સુરત : સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.48 કરોડ રૂપિયાના રફ અને પોલિશ્ડ હીરા તેમજ રોકડા 5 લાખ રૂપિયા મળી કુલ 32.53 કરોડ રૂપિયાની ચોરી થતા સનસનાટી મચી ગઈ છે. આ ઘટના અંગે સૂત્રોના જણાવ્યાનુસાર, રવિવારે (17 ઓગસ્ટ)ના રોજ હીરાની ચોરી કરવા માટે 5 શખસો બે રિક્ષા લઈને આવ્યા હતા. જેમાં એક રિક્ષામાં 3 અને બીજી રિક્ષામાં 2 ચોર અને ગેસકટર હતું. રવિવાર રાતેના બે વાગ્યાની આસપાસ ચોરી બાદ સુરત રેલવે સ્ટેશને રિક્ષામાંથી ઉતરીને તસ્કરો મુંબઈ અથવા રાજસ્થાન તરફ ફરાર થયા હોવાની આશંકા છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં કપુરવાડી બિલ્ડિંગના ચોથા માળે ડાયમંડ કિંગ અને ડી.કે. એન્ડ સન્સ નામે હીરાના બે કારખાના આવેલા છે. બંને કારખાના 48 વર્ષીય દેવેન્દ્ર કુમાર ગેનારામ ચૌધરી અને બે પુત્ર અને પરિવારજનોના નામે ચાલે છે. ત્યારે 15મી ઓગસ્ટના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી કારખાનું ચાલુ રાખ્યુ હતું. ત્યારબાદ કર્મચારીઓને સાતમ-આઠમની બે દિવસની રજા આપવામાં આવી હોવાથી કારખાનું બંધ હતું. તે દમિયાન તસ્કરો બિલ્ડિંગમાં પ્રવેશવાના મેઇન ગેટની લોખંડની જાળીનું લોક તોડીને અંદર દાખલ થયા હતા. અને ઓફિસમાં મુકેલી લોખંડની તિજોરીમાં ગેસ કટરથી ભાકોરું પાડી દીધું હતું. ત્યારબાદ તિજોરીમાં મુકેલા ડાયમંડ કિંગ પેઢીના 5746. 24 કેરેટ પોલિશ્ડ હીરા અને 87068.35 કેરેટ રફ હીરા, જ્યારે ડી.કે એન્ડ સન્સ પેઢીના 3163.58 કેરેટ પોલિશ્ડ હીરા અને 16,583.72 કેરેટ રફ હીરા મળી કુલ 32.48 કરોડ રૂપિયાના હીરા અને અંદર મુકેલા રોકડા 5 લાખ રૂપિયાની ચોરી કરી ગયા હતા.
Related Articles
ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી: 4 જિલ્લામાં રેડ ઍલર્ટ
ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની...
Sep 08, 2025
'પહેલા ખાડા દૂર કરો', રાજકોટમાં હેલ્મેટ માટે પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ સામે લોકોમાં રોષ
'પહેલા ખાડા દૂર કરો', રાજકોટમાં હેલ્મેટ...
Sep 08, 2025
સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ, ધોળકા-સરખેજ સહિત બે હાઇવે બંધ કરાયા, અનેક ગામોમાં બેટમાં ફેરવાયા
સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ, ધોળકા-સરખેજ...
Sep 08, 2025
કચ્છમાં મૂશળધાર 15 ઈંચ વરસાદ, અનેક રસ્તા અને શાળા-કોલેજો બંધ, જનજીવન ઠપ
કચ્છમાં મૂશળધાર 15 ઈંચ વરસાદ, અનેક રસ્તા...
Sep 08, 2025
ગુજરાતમાં મેઘમહેર: 134 તાલુકા તરબોળ, કપરાડામાં 8 કલાકમાં 6 ઈંચ વરસાદ
ગુજરાતમાં મેઘમહેર: 134 તાલુકા તરબોળ, કપર...
Sep 06, 2025
Trending NEWS

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

07 September, 2025

07 September, 2025

07 September, 2025