બુર્ખા વિરૂદ્ધ દેખાવો કરનારી મહિલાઓ પર તાલિબાનોનો ગોળીબાર : બાળક સહિત બેના મોત
June 12, 2026
- સંયુક્ત રાષ્ટ્રોએ તાલિબાનોની નૈતિકતા પોલીસની કડક ટીકા કરી : દુનિયાભરના દેશોએ ફીટકાર વરસાવ્યો
દિલ્હી : અફઘાનિસ્તાનમાં મહિલાઓએ ફરજિયાત માથાથી પગ સુધીનો બુર્ખો પહેરવાના તાલિબાનોના ઓર્ડરની સામે મહિલાઓએ જબરજસ્ત વિરોધ કર્યો છે, તેઓ સડક ઉપર આવી ગઈ હતી. પરંતુ દેખાવકારી મહિલાઓ ઉપર તાલિબાનોની નૈતિકતા પોલીસે ગોળીબાર કરતા એક બાળક સહિત બેના મોત થયા હતા જ્યારે ૨૦થી વધુને ઈજાઓ થઈ હતી.
એસોસિએટેડ ફ્રી પ્રેસ (એ.એફ.પી)ના રીપોર્ટ પ્રમાણે અફઘાનિસ્તાનના પશ્ચિમ ઉત્તરનાં શહેર હેરાતમાં શનિવારે તાલિબાનોની મોરાલિટી પોલિસ (નૈતિકતા પોલીસે શનિવારે ડઝનબંધ મહિલાઓને ગિરફતાર કરી હતી કારણ કે પૂરેપુરૂં શરીર ન ઢંકાય તેવો બુર્ખો પહેર્યો ન હતો.) આ ધરપકડની વિરૂદ્ધ મંગળવારે મહિલાઓના એક વિશાળ જૂથે સડકો ઉપર ઉતરી આવી ભારે દેખાવો યોજ્યા હતા અને નારાબાજી પણ કરી હતી. તેથી તાલિબાનોની મોરાલિટી પોલીસે તેમના ઉપર ગોળીબાર કરતાં એક બાળક સહિત બેના મોત થયા હતા અને ૨૦થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.
ગુરૂવારે પ્રસિદ્ધ કરેલા એક નિવેદનમાં યુ.એન. માનવ અધિકાર સંસ્થાએ જણાવ્યું હતું કે માત્ર સ્કાર્ફથી મુખ ઢાંકવું. અફઘાનિસ્તાનનાં નૈતિકતા મંત્રાલયે તેના હુકમમાં જણાવ્યું હતું કે કેટલાને મહિલાઓ પુરૂં શરીર ન ઢંકાય તેવા હીજામ (બુર્ખો) પહેર્યા સિવાય ઘરની બહાર નીકળવું નહીં. જો તેમ કરશો તો (બુર્ખો પહેર્યા વગર બહાર નીકળશો તો) સીધા જેલમાં જ ધકેલી દેવાશે. દુનિયાભરમાંથી તાલિબાનોની આ કાર્યવાહીનો વિરોધ થઈ રહ્યો છે. તાલિબાનો ઉપર ફીટકાર વરસી રહ્યો છે. વિદ્વાનો કહે છે તાલિબાનો ઘડીયાળના કાંટા ઉંધા ફેરવી રહ્યા છે.
Related Articles
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026