તમિલ એક્ટર અને કંપોઝર વિજય એન્ટનીની 16 વર્ષની પુત્રીએ કરી આત્મહત્યા

September 19, 2023

નવી દિલ્હીઃ કંપોઝર, એક્ટર અને પ્રોડ્યૂસર વિજય એન્ટનીની પુત્રી મીરાનું આજે સવારે મૃત્યુ થઈ ગયું છે. વિજયની 16 વર્ષની પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મીરા તેના ચેન્નઈ સ્થિત આવાસ પર ફાંસી પર લટકેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તેને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ડોક્ટર્સે તેની તપાસ કર્યા બાદ તેને મૃત ઘોષિત કરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે વિજયની પુત્રી ડિપ્રેશનમાં હતી અને તે તેનો ઈલાજ પણ કરાવી રહી હતી.  વિજય એન્ટનીની પુત્રી મીરા સવારે 3:00 વાગ્યે ચેન્નઈ સ્થિત પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. તે 16 વર્ષની હતી અને ચેન્નઈની એક ફેમસ સ્કૂલમાં અભ્યાસ કરી રહી હતી. મીરા ડિપ્રેશનનો સામનો કરી રહી હતી. હાઉસ હેલ્પરે મીરાને તેના રૂમમાં ફાંસી પર લટકેલી હાલતમાં જોઈ. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી. હાલમાં પોલીસ અધિકારીઓએ આ મામલે તપાસ હાથ ધરી છે. બીજી તરફ વિજય અને તેના પરિવારે હજુ સુધી આ દુ:ખદ ઘટના વિશે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપ્યું.