જજે 20 વર્ષની સજા સંભળાવતા જ ગાંધીનગર કોર્ટમાંથી આરોપી નાસી છૂટ્યો, પોલીસની દોડધામ
August 13, 2025
ગાંધીનગર : ગાંધીનગરથી એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર કોર્ટમાં જજે પોક્સોના આરોપીને દોષિત ઠેરવતાં 20 વર્ષની સજા સંભળાવતો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદો સાંભળતા જ આરોપી કોર્ટમાંથી જ નાસી છુટ્યો હતો. આરોપીને પકડવા માટે પોલીસ તંત્ર દોડતું થયું છે. ગાંધીનગર સ્પેશ્યલ કોર્ટમાં આ ઘટના બની હતી. જેમાં મૂળ દાહોદનો આરોપી ભાગી ગયો હતો.
મળતી માહિતી મુજબ આરોપી મૂળ ધોળાકુઆ ખાતે મજૂરી કરતો હતો. લાલાભાઈ રામસિંહ ડાંગી નામનો આરોપીએ કામના સ્થળે સગીર યુવતી સાથે અડપલાં કર્યા હતા. જેમાં ગાંધીનગર કોર્ટમાં સ્પેશ્યલ પોકસો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આજે 1.30 વાગ્યાના સમય દરમિયાન તેને જજ ધ્વારા 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને સજા સાંભળીને જ તે કોર્ટનો કઠગરો કૂદીને ભાગી ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આરોપીને પકડવા પોલીસ પણ પાછળ દોડી હતી પરંતુ તે કોર્ટ બહાર ભાગી છૂટયો હતો.
ગત સપ્ટેમ્બર મહિનામાં એક આરોપી હથિયાર સાથે ગાંધીનગર કોર્ટ કેમ્પસમાં ઘૂસી ગયો હતો. ત્યારબાદ ગાંધીનગરમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. હાલમાં ગાંધીનગર કોર્ટમાં બંને ગેટ ઉપર પોલીસ બંદોબસ્ત રહે છે. જેમાં એક પોલીસ સબ ઇન્સ્પેકટર સાથે અન્ય પોલીસ કર્મીઓ કોર્ટ સંકુલની સુરક્ષા કરે છે.
ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આ કેસમાં લેટ ધ્વારા આરોપીને 20 વર્ષની કેદ અને રૂ. 30,000 ના દંડનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં આરોપીએ ભોગ બનનારી સગીરા જેની બનાવ સમયે ઉંમર માત્ર 15 વર્ષ અને 1 મહિનાની હતી. તે સગીર હોવાની જાણ હોવા છતાં આરોપીએ તેની મરજી વિરુધ્ધ બળજબરીથી વારંવાર સંબંધ બાંધીને બળાત્કાર કરેલો હતો.
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026