સલમાન ખાન અને જીશાન સિદ્દીકીને ધમકી આપનાર આરોપીને નોઈડામાંથી દબોચ્યો

October 29, 2024

બોલીવુડ અભિનેતા સલમાન ખાન અને જીશાન સિદ્દીકીને ધમકી આપનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા છોકરાનું નામ ગુફરાન ખાન છે, જેની ઉંમર 20 વર્ષ હોવાનું કહેવાય છે. શુક્રવારે જીશાન સિદ્દીકીની ઓફિસમાં ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ પછી મુંબઈ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ]

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ગુફરાન ખાનની ધરપકડ રવિવારે સવારે થઈ હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીની ધરપકડ કરી છે. શુક્રવારે આરોપીએ બાંદ્રા પૂર્વમાં ઝીશાન સિદ્દીકીની જનસંપર્ક કાર્યાલય પર ફોન કરીને પૈસાની માંગણી કરી હતી. ઝીશાન અને સલમાન ખાનને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

મુંબઈ પોલીસને માહિતી મળી હતી કે આરોપી ગુફરાન ખાન નોઈડામાં છુપાયો છે. આ પછી, મુંબઈ પોલીસની એક ટીમ નોઈડાના સેક્ટર 39 વિસ્તારમાંથી ગુફરાન ઉર્ફે તૈયબની ધરપકડ કરવામાં આવી હતી. ગુફરાન બરેલીનો રહેવાસી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આરોપી ગુફરને વોટ્સએપ કોલ દ્વારા ધમકી આપી હતી.