મિસાઇલ હુમલાથી કાટમાળમાં ફેરવાયા બૌદ્ધ મંદિર, થાઈલેન્ડ-કમ્બોડિયા યુદ્ધના ગંભીર પરિણામ
July 25, 2025
: થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ગુરુવારે (24 જુલાઈ) સરહદી વિવાદે ઉગ્ર રૂપ લઈ લીધું છે અને બંને દેશોના સૈનિકોએ એકબીજા પર ગોળીબાર અને હવાઈ હુમલા કર્યા હતા. થાઈલેન્ડના સરકારી અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, 'આ યુદ્ધમાં થાઇલેન્ડના 14 લોકો મૃત્યુ પામ્યા છે અને આ હુમલાને કારણે 1.25 લાખ લોકો સ્થળાંતર કરાયા છે.'
અહેવાલો અનુસાર,થાઈલેન્ડ F-16 ફાઇટર વિમાનોથી કંબોડિયાને નિશાન બનાવી રહ્યું છે. F-16 હુમલામાં કંબોડિયાની સેનાના ઠેકાણાઓ નાશ પામ્યા છે. કંબોડિયાના સીમ રીપ રાજ્યમાં એક પેગોડા પર થાઈ વાયુસેનાએ હુમલો કર્યો હતો. જેના કારણે બૌદ્ધ ભિક્ષુઓમાં નાસભાગ મચી હતી. નોંધનીય છે કે, બૌદ્ધિસ્ટના ધાર્મિક સ્થળને પેગોડા કહેવાઈ છે.
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે વર્ષો જૂના મંદિરો અને બૌદ્ધ વિહારો મોટા પાયે નુકસાન થયું છે. ખાસ કરીને મુએન થોમ અને પ્રીહ વિહાર મંદિરોની આસપાસના સાંસ્કૃતિક ધરોહરોને નુકસાન પહોંચ્યું છે.
24મી જુલાઈ બંને દેશો વચ્ચે ઘર્ષણના એક દિવસ પહેલા થાઈલેન્ડે કંબોડિયાથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. ત્યારબાદ સરહદ પર લેન્ડમાઇન વિસ્ફોટમાં એક થાઈ સૈનિક ઘાયલ થયો હતો, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો અને થાઈલેન્ડે પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા.
Related Articles
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડના 13 સૈનિકો માર્યા ગયાનો દાવો
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો,...
Oct 12, 2026
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભાર...
Oct 12, 2026
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026