કેન્દ્ર સરકાર ડો.મનમોહન સિંહની યાદમાં એક સ્મારક બનાવશે
December 28, 2024
કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની યાદમાં રાષ્ટ્રીય રાજધાનીમાં એક સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. એક અખબારી યાદી બહાર પાડીને ગૃહ મંત્રાલયે કહ્યું કે શુક્રવારે સવારે સરકારને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરફથી ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવાની વિનંતી મળી.
કેબિનેટની બેઠક પછી તરત જ ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહના પરિવારને કહ્યું કે સરકાર સ્મારક માટે જગ્યા ફાળવશે. આ દરમિયાન અંતિમ સંસ્કાર અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ થઈ શકે છે, કારણ કે ટ્રસ્ટની રચના કરવી પડશે અને તેના માટે જગ્યા ફાળવવી પડશે.
કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારનું નેતૃત્વ કરનાર અને આર્થિક સુધારા માટે જાણીતા ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે અવસાન થયું. તેમણે 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન તરીકે 10 વર્ષ સુધી દેશનું નેતૃત્વ કર્યું.
Related Articles
અમેરિકન સ્કૂલ સિસ્ટમ ઘૂંટણિયે, ભારતીય યુવક વૈભવ ભાસ્કરના ગ્રેડિંગનો નિયમ જ બદલવો પડ્યો
અમેરિકન સ્કૂલ સિસ્ટમ ઘૂંટણિયે, ભારતીય યુ...
Jul 17, 2026
'ભારતીય અધિકારીઓના લીધે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ
'ભારતીય અધિકારીઓના લીધે બુલેટ ટ્રેન પ્રો...
Jul 17, 2026
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026