લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સૌથી વધુ ચર્ચામાં રહેલા મુખ્યમંત્રીની તબીયત લથડી, હોસ્પિટલ ખસેડાયા

June 15, 2024

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું સ્વાસ્થ્ય શનિવારે અચાનક લથડી જતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર, તેમના હાથમાં ખૂબ જ દુખાવો થતાં મેદાંતા હોસ્પિટલના ઓર્થોપેડિક્સ વિભાગમાં તેમની સારવાર થઈ રહી છે. 

શનિવાર સવારે મુખ્યમંત્રી નીતિશ કુમારના હાથમાં અચાનક દુખાવો વધ્યો હતો. એનડીએ માટે મહત્ત્વપૂર્ણ એવા બિહારના દિગ્ગજ મુખ્યમંત્રી લોકસભા ચૂંટણી પરિણામો બાદ અત્યંત ચર્ચામાં રહ્યા હતાં. તેમના પક્ષ જેડીયુની મદદથી જ એનડીએ ત્રીજી વખત સરકાર બનાવવામાં સફળ રહી છે. તે દરમિયાન તેમણે અનેકવખત દિલ્હીની મુલાકાત લીધી હતી. નવ જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નવી કેબિનેટના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ રહ્યા હતા.

દિલ્હીથી પટના પરત ફર્યા બાદ નીતિશ કુમારે શુક્રવારે કેબિનેટની બેઠક કરી હતી. બેઠકમાં બેરોજગારી ભથ્થું અને સરકારી કર્મચારીઓ માટે આવાસ ભથ્થા સહિત 15 મહત્ત્વપૂર્ણ મુદ્દા પર નિર્ણય જણાવ્યા હતાં. જેડીયુએ 29 જૂને નેશનલ વર્કિંગ કમિટીની બેઠક યોજી રહી છએ. જેની તૈયારીઓ ચાલી રહી છે. લોકસભા ચૂંટણીથી મુખ્યમંત્રી નીતિશ કુમાર વ્યસ્ત હોવાની સાથે તબિયત ખરાબ હોવાના સમાચાર આવ્યા હતા.