Breaking News :

રશિયા-યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવનારા સુરતના યુવકના 26 દિવસ બાદ અંતિમ સંસ્કાર

March 17, 2024

સુરત- રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા ઘણાં સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં સુરતના 23 વર્ષીય હેમિલ અશ્વિન માંગુકીયાએ જીવ ગુમાવ્યો હતો.  યુક્રેનના મિસાઈલ હુમલામાં જીવ ગુમાવ્યાના 25 દિવસ બાદ હેમિલનો પાર્થિવ દેહ 16મી માર્ચે સુરત પહોંચ્યો હતો. હેમિલના મૃત્યુના 26માં દિવસે આજે (રવિવાર)  વહેલી​​​ સવારે મૃતદેહ ઉમરા ગામે પહોંચ્યો હતો અને ભારે હૈયે અંતિમયાત્રા નીકળી હતી.


યુક્રેનના મિસાઇલ હુમલામાં સુરતના વેલંજા નજીકના ઉમરા ગામના મૃત્યુ પામેલા 23 વર્ષીય હેમિલ માંગુકીયાનો પાર્થિવ દેહ 25 દિવસ બાદ 16મી માર્ચે શનિવારે બપોરે સુરત પહોંચયો હતો. ત્યારબાદ ત્યાંથી સ્મીમેર લઈ જવામાં આવ્યો છે. મૃતદેહની મેડિકલ પ્રોસિજર કર્યા બાદ રવિવાર અંતિમયાત્રા નીકળી હતી. પરિવાર દ્વારા ભારે હૈયે અંતિમ વિધિ કરવામાં આવી હતી અને કામરેજના કઠોર ગામે આવેલ કૈલાશ ધામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. એજન્ટ મારફતે સિક્યોરિટી હેલ્પર રશિયા ગયેલા સુરતના 23 વર્ષીય હેમિલ અશ્વિન મંગુકિયાનું મોત નીપજ્યું હતું. આ પહેલા એજન્ટ દ્વારા સુરતમાંથી લગભગ 12 જેટલા યુવાનો રોજગારી માટે રશિયા ગયા હતા, જેમાં હેમિલ મંગુકિયા પણ સામેલ હતો. જો કે, યુક્રેનના મિસાઇલ હુમલામાં 23 વર્ષીય હેમિલ માંગુકીયાનું મોત થયું હતું.