સૌરમંડળમાં ૫૯ વર્ષ પછી બની રહી છે ઘટના, ૨૬ સપ્ટેમ્બરે ગુરુ ગ્રહ પૃથ્વીની સૌથી નજીક હશે
September 23, 2022

વોશિંગ્ટન : સૌરમંડળમાં સૌથી ૫૯ વર્ષ પછી એક ઘટના આકાર લઇ રહી છે. સૌર પરીવારનો સૌથી મોટો એક ગુરુ પૃથ્વીની સૌથી વધુ નજીક આવી રહયો છે. આ ૫૯ વર્ષ પછી પ્રથમવાર બની રહયું છે. અમેરિકી સ્પેસ એજ્ન્સી નાસાની માહિતી મુજબ ગુરુ ગ્રહ સૂર્યથી બિલકુલ વિરુધ દિશામાં જોવા મળશે. ગુરુ ગ્રહની દિશા બદલાવાની આ ઘટનાને વૈજ્ઞાાનિકો અપોઝિશન કહે છે.
આમ જોવા જઇએ તો જુપીટર એટલે કે ગુરુ માટે અપોઝિશન એ કોઇ નવી વાત માનવામાં આવતી નથી. ગુરુ દર ૧૩ મહિને એક વાર અપોઝિશનની સ્થિતિમાં આવે છે. આથી લગભગ દર વર્ષે એક વાર પૃથ્વી અને ગુરુ એક બીજાની નજીક આવે છે. જો કે આ વખતે આ બંને ગ્રહો વચ્ચેનું અંતર ખૂબ ઓછું હશે. ગુરુ પૃથ્વીથી દૂર હોય ત્યારે ૯૬૦ મિલિયન કિમી અંતરે હોય છે જયારે સૌથી નજીક હશે ત્યારે ૫૯૦ કિમી જેટલો દૂર હશે. સૌરમંડળના ગ્રહો સૂર્યની પરીક્રમા વર્તુળમાં નહી પરંતુ ચપટા આકાર માર્ગે કરે છે. પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરવામાં ૩૬૫ દિવસ લાગે છે.જયારે ગુરુ સૂર્યની પરિક્રમા કરવામાં ૪૩૩૩ દિવસો લે છે. એટલે કે અંદાજે ૧૨ વર્ષમાં ગુરુ સૂર્યનું એક પરીભ્રમણ પુરુ કરે છે. આગામી ૨૫ અને ૨૬ સપ્ટેમ્બરે સૂર્ય અને ગુરુની વચ્ચે પૃથ્વીની નજીક જોવાનો નજારો જોઇ શકાશે.
પૃથ્વીની નજીક આવવાથી આ વિશાળ ગ્રહ વધારે ચળકતો જોવા મળે છે. ગેસના ગોળાથી બન્યો હોવાથી તે સામાન્ય કરતા મોટો દેખાશે. ગુરુને ૨૬ સપ્ટેમ્બરના રોજ સૂર્ય કરતા સ્પષ્ટ રીતે ઉલટી દિશામાં હશે. આ ઘટના ખગોળના રસિયાઓ માટે ખૂબ મહત્વની છે. સારી રેન્જ ધરાવતા દૂરબીનની મદદથી ગુરુને વધુ સારી રીતે જોઇ શકાશે.
Related Articles
રશિયાના યુદ્વ વચ્ચે યૂક્રેની ખગોળવાદીઓનો દાવો, કીવના આકાશમાં UFO જોવા મળ્યુ
રશિયાના યુદ્વ વચ્ચે યૂક્રેની ખગોળવાદીઓનો...
Sep 17, 2022
આજે સૌર તોફાન પૃથ્વી સાથે અથડાશે, સવાર-સાંજના સમયે રેડિયો-GPS સેવાઓને અસર થવાની શક્યતા
આજે સૌર તોફાન પૃથ્વી સાથે અથડાશે, સવાર-સ...
Mar 31, 2022
કોરોનાની વેક્સિનના બંને ડોઝ લેનારાને પણ ડેલ્ટા વેરિયંટનો ચેપ લાગી શકે: રિસર્ચ
કોરોનાની વેક્સિનના બંને ડોઝ લેનારાને પણ...
Nov 24, 2021
સાત કલાકથી ઓછી ઊંઘ ડીએનએને કાયમી નુકસાન કરી શકે છે : અભ્યાસ
સાત કલાકથી ઓછી ઊંઘ ડીએનએને કાયમી નુકસાન...
Nov 24, 2021
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023