કેનેડામાં ખાલિસ્તાઓની મંદીરને ઘેરી વળ્યાં
November 27, 2023

બ્રિટિશ કોલંબિયા : કેનેડામાં ખાલિસ્તાની આતંકી ભારતીયોનો સતત વિરોધ કરી રહ્યા છે. તાજેતરનો મામલો પ્રસિદ્ધ હિન્દુ મંદિરની બહાર હોબાળાનો છે. અહીં ખાલિસ્તાની આતંકીઓએ એક મંદિરની બહાર એકજૂટ થઈ જોરદાર હોબાળો મચાવ્યો હતો. જેના લીધે બંને પક્ષો વચ્ચે તંગદિલી વધી ગઈ હતી. આ અંગે માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને સ્થિતિને કાબૂ કરી હતી.
આ ઘટના કેનેડાના સરેમાં સ્થિત પ્રસિદ્ધ લક્ષ્મી નારાયણ મંદિરની બહાર બની હતી. માહિતી અનુસાર કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરે શહેરમાં લક્ષ્મી નારાયણ મંદિર પ્રસિદ્ધ છે. આ મંદિરમાં કોન્સ્યુલર કેમ્પનું આયોજન કરાયું હતું પણ અહીં બે પક્ષો વચ્ચે વિવાદ થઈ ગયો હતો.
મંદિરના અધ્યક્ષ સતીશ કુમારે કહ્યું કે કોન્સ્યુલર સેશન દરમિયાન મંદિરની બહાર શીખ ફોર જસ્ટિસ (SFJ)ના ખાલિસ્તાની સમર્થકો એકજૂટ થયા હતા અને હોબાળો મચાવી દીધો હતો. તેમણે કહ્યું કે 20થી 25 લોકો ભારે હોબાળો મચાવીને મંદિરને ઘેરી વળ્યાં અને દેખાવો કરવા લાગ્યા હતા.
મંદિરના અધ્યક્ષે કહ્યું કે ઘટનાસ્થળે એસએફજેના આશરે 25 ખાલિસ્તાની આતંકી હતા જ્યાં 200ની નજીક ભારતીય લોકો હતા. બંને પક્ષો વચ્ચે મંદિરની બહાર રોડ પર કલાકો સુધી વિવાદ ચાલ્યો હતો. તેની જાણકારી સરે પોલીસને અપાઈ હતી જેના બાદ 20 પોલીસ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થિતિને કાબૂમાં લઈ લીધી.
Related Articles
કેનેડામાં 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવા માગ, ખાલિસ્તાનીઓએ પરેડ યોજી, PM સામે ઉઠ્યા સવાલ
કેનેડામાં 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવા મા...
May 05, 2025
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે કેનેડાની ચૂંટણીમાં રચ્યો ઇતિહાસ, ભારત પ્રત્યે કેવું છે વલણ?
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે...
Apr 29, 2025
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ્રમ્પની ધમકીઓના કારણે છેલ્લી ઘડીએ પલટાયા સમીકરણ
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ...
Apr 29, 2025
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM કાર્નીની લિબરલ પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે મુકાબલો
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM...
Apr 28, 2025
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક : 11નાં મોત, 20થી વધુ ઘાયલ
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક...
Apr 28, 2025
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ:સાંપ્રદાયિક તણાવ ફેલાવવાની કોશિશ
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ...
Apr 26, 2025
Trending NEWS

07 May, 2025