ભારત માતા કી જયના નારા સાથે શ્રીલંકાથી આવ્યો ભારતીય મુસાફરોનો છેલ્લો જથ્થો

December 01, 2025

ચક્રવાત દિત્વાહને કારણે શ્રીલંકામાં સ્થિતિ ગંભીર છે. તેવામાં ભારતે શ્રીલંકામાં ફસાયેલા ભારતીયો માટે ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યુ છે તે અંતર્ગત આજે ભારતીય મુસાફરોનો છેલ્લો જથ્થો ભારત આવી પહોચ્યો હતો. શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશનરે માહિતી આપી કે કોલંબોના બંદરનાયકે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોનો છેલ્લો જથ્થો ઘરે પરત ફર્યો છે. 

હાઈ કમિશને X પર લખ્યું કે #OperationSagarBandhu. કોલંબોના બંદરનાયકે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફસાયેલા ભારતીય મુસાફરોનો છેલ્લો જથ્થો ઘરે પરત ફર્યો છે. આજે સવારે લગભગ 6.30 વાગ્યે @IAF_MCC વિમાનમાં ફસાયેલા 104 ભારતીયો તિરુવનંતપુરમ પહોંચ્યા છે. હાઈ કમિશને માહિતી આપી કે સ્થળાંતર પ્રયાસના ભાગ રૂપે રવાના થવાની તૈયારી કરતી વખતે મુસાફરોએ "ભારત માતા કી જય" ના નારા લગાવ્યા હતા. ઓપરેશન સાગરબંધુ સ્મિત લાવી રહ્યું છે. 

ચક્રવાત દિત્વાહાને કારણે કોલંબોના બંદરનાયકે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફસાયેલા ભારતીય મુસાફરોના છેલ્લા જથ્થો "ભારત માતા કી જય" ના નારા લગાવીને ભારત પરત આવ્યો છે. હાઈ કમિશનર સંતોષ ઝાએ તિરુવનંતપુરમ માટે ભારતીય વાયુસેનાના વિમાનમાં ચઢતા પહેલા તેમને વિદાય આપી. મહત્વનું છે કે ચક્રવાત દિત્વાહથી થયેલા વિનાશ બાદ શ્રીલંકાને મદદ કરવા માટે ભારતે 'ઓપરેશન સાગર બંધુ' શરૂ કર્યું છે.