આતંકવાદીઓની મદદ કરનાર સ્થાનિકોએ ખોલ્યા રહસ્યો, NIA મળ્યા આ 4 પુરાવા
June 24, 2025
જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં ધર્મ પૂછીને નિર્દોષ લોકોને મારી નાખવામાં આવ્યા હતા. હુમલા બાદ આતંકવાદીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. તેમને બે સ્થાનિક લોકોએ આશ્રય આપ્યો હતો. જેમની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જ્યાં કોર્ટે તેમને 5 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે.
NIA જણાવ્યું કે, પહલગામ હુમલા સબંધિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન તેઓએ તેમાં સામેલ 3 આતંકવાદીઓની ઓળખ અંગે વિગતો જાહેર કરી છે. એજન્સીએ આતંકવાદીઓની ઓળખ અંગે પૂરતા પુરાવા એકત્રિત કર્યા છે. જેમાં પીડિતોના પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો, વીડિયો ફૂટેજ, ટેકનિકલ પુરાવા અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા સ્કેચનો સમાવેશ થાય છે. આ બધા પુરાવાઓનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
NIAએ ખાતરી આપી છે કે તપાસ વ્યાવસાયિક રીતે હાથ ધરવામાં આવી રહી છે અને આતંકવાદી હુમલાના તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આંતકવાદીઓની ઓળખ અને અન્ય વિગતો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. સૂત્રો અનુસાર, લશ્કર સાથે જોડાયેલા 3 પાકિસ્તાની આતંકવાદીઓને આરોપી પરવેઝ અહેમદ જોથર અને બશીર અહેમદ જોથર દ્વારા 20 અને 21 એપ્રિલના રોજ સીજનલ 'ઢોક' ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો.
Related Articles
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના મંદિરમાં ભીષણ આગ, ભક્તોને ધ્રાસ્કો પડ્યો
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના...
Oct 17, 2026
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારે અનેક અધિકારીઓની બદલી કરી
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે...
Oct 17, 2026
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથી દૂર ન રાખી શકીએ..', સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથ...
Oct 17, 2026
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પરના પ્રતિબંધ હટાવ્યા, ભારત માટે દશેરાએ દિવાળી, 100% ટેરિફ ટળ્યો
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પર...
Oct 17, 2026
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા ધ્રુજી, 04:37 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા...
Oct 17, 2026
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, કોટામાં 8ના મોત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચીસાચીસ મચી
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખ...
Oct 17, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026