ધરોઈ ડેમની સપાટી 617.51 ફુટે પહોંચી, 2 ગેટ ખોલી સાબરમતી નદીમાં પાણી છોડાયું

August 30, 2025

મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ધરોઈ ડેમના 2 ગેટ 7 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં 18814 ક્યુસેક પાણીની આવક થઈ છે. 18814 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમની સપાટી 617.51 ફુટે છે. સાબરમતી નદી વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીમાં નાહવા કે જોવા ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.

ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ ગણાય છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો છે. ધરોઈ ડેમના 2 ગેટ ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમના 2 ગેટ 7 ફુટ ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાં પાણીની આવક 18814 ક્યુસેક આવક નોંધાઈ છે. ધરોઈ ડેમમાંથી 18814 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. ધરોઈ ડેમની કુલ સપાટી 622 ફુટ છે. હાલમાં ધરોઈ ડેમની સપાટી 617.51 ફુટ છે.

ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 83.08% નોંધાયો છે. સાબરમતી નદી વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. નદીમાં નાહવા કે જોવા ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ધરોઈ ડેમના 2 ગેટ 7 ફુટ ખોલી 18814 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાવામાં આવી રહ્યું છે. હાલમાં ધરોઈ ડેમની સપાટી 617.51 ફુટ છે. ધરોઈ ડેમની કુલ સપાટી 622 ફુટ છે.