સુરતમાં રાજમાર્ગ પર ભાગળથી ચોક બજાર સુધીમાં રાત્રી દબાણની વ્યાપક ફરિયાદ બાદ તંત્ર જાગ્યું
March 18, 2025

સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં રાજ માર્ગ પર ચોક બજારથી ભાગળ વિસ્તારમાં રોડની બંને તરફ દબાણની સમસ્યા વધી રહી છે. આ વિસ્તારમાં કેટલાક દુકાનદારો જ પોતાની દુકાન બહાર લારીગલ્લા પાથરણાવાળાને ઉભા રાખી ભાડા વસુલી દબાણ કરી રહ્યાં છે. પહેલા માત્ર દિવસે જ દબાણ થયા હતા હવે રાત્રી દબાણના કારણે વાહન ચાલકોની હાલત કફોડી થઈ રહી છે. આ અંગેની વ્યાપક ફરિયાદ બાદ ગઈકાલે જાહેલા તંત્રએ રાત્રીના દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેના કારણે સેન્ટ્રલ ઝોનના લોકો ત્રાહિમામ છે ત્યારે હાલમાં રમઝાન મહિનો ચાલી રહ્યો છે તેના કારણે સેન્ટ્રલ ઝોનમાં ચોક બજારથી ભાગળના વિસ્તારમાં રોડની બંને તરફ ફૂટપાથ અને રોડ પર વિવિધ વસ્તુઓનું વેચાણ કરનારા ફેરિયાઓના દબાણ થઈ રહ્યા છે. મોટાભાગના કિસ્સામાં વેપારીઓ પોતાની દુકાન બહારનો ફૂટપાથ અને રોડ પર લારી કે પાથરણાવાળા ઉભા રહે છે તેની પાસે ભાડું વસુલતા હોય છે. આ દબાણને કારણે દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. આ અંગેની ફરિયાદ સતત થઈ રહી છે પરંતુ દબાણ કરનારા માથાભારે હોવાથી પાલિકા તંત્રએ કોઈ કામગીરી કરી નથી પરંતુ હાલમાં મળેલી સંકલન બેઠકમાં આ અંગે આક્રમક ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે ગઈકાલે રાત્રે પાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા અઠવા અને ચોક બજાર પોલીસનો બંદોબસ્ત લઈને રાજમાર્ગ પર બંને તરફના દબાણ દુર કરવાની કામગીરી કરી હતી. જોકે, કેટલીક જગ્યાએ માથાભારે દબાણ કરનારાઓએ વિરોધ કર્યો હતો. પરંતુ પોલીસ બંદોબસ્ત હોવાના કારણે દબાણ દુર થઈ શક્યા હતા. જોકે, આ દબાણ કરનારા માથાભારે હોવાથી દબાણ એક બે દિવસ હટશે કે કાયમી તે અંગે અનેક અટકળો થઈ રહી છે.
Related Articles
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમાં 21 લોકોના મોત
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમ...
May 08, 2025
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ, અંડરપાસ છલકાયા, વાહન વ્યવહાર ઠપ
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈ...
May 07, 2025
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ શરૂ, 7:30 થી 9:00 દરમિયાન બ્લેક આઉટ યોજાશે
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્...
May 07, 2025
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોના મોત, 38 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોન...
May 07, 2025
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ એરપોર્ટ 3 દિવસ બંધ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ...
May 07, 2025
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થ...
May 06, 2025
Trending NEWS

અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ,...
07 May, 2025