ઉત્તરકાશીમાં મંગળવારે વાદળ ફાટતાં 34 સેકન્ડમાં જ આખું ગામ તણાઈ ગયું
August 05, 2025
4 સેકેન્ડમાં ગામ આખું તણાઈ ગયું, લોકો જીવ બચાવવા આમતેમ દોડતા રહ્યા
ઉત્તરકાશી- ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં મંગળવારે વાદળ ફાટતાં 34 સેકન્ડમાં જ આખું ગામ પાણીના પ્રવાહમાં તણાઈ ગયું હતું. જેમાં અનેક ઘર, દુકાનો અને હોટલ તણાઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો ગુમ છે. આભ ફાટતાં ધરાલી ગામની નજીક આવેલી ભાગીરથી નદીમાં પૂર આવ્યું હતું. આ પૂરમાં ગામનું બજાર કાદવ-કીચડમાં દબાઈ ગયું હતું. અનેક ઇમારતો ધરાશાયી થઈ હતી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, 10-12 લોકો કાટમાળ નીચે દબાઈ ગયા છે. જ્યારે 20-25 હોટલ અને હોમસ્ટે તણાઈ ગયા છે. દુર્ઘટનાની જાણ થતાં ઉત્તરાખંડ પોલીસ, એસડીઆરએફ, એનડીઆરએફ અને ભારતીય સેનાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી ઝડપથી શરુ કરવામાં આવી છે. પરંતુ ભારે વરસાદના કારણે ચારેકોર જળબંબાકાર વચ્ચે રાહત કાર્યોમાં અડચણો નડી રહી છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ કુદરતી આફત વિશે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે, અમે આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. એસડીઆરએફ, એનડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે.
Related Articles
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026