આજે ફરી સોનાએ 61 હજારની સપાટી કુદાવી, ચાંદી પણ 73 હજાર નજીક પહોચી

May 15, 2023

નવી દિલ્હી :છેલ્લા કેટલાક સમયથી સોના- ચાંદીમા જોરદાર તેજી આવી છે અને આ તેજી સતત આગળ વધી રહી છે. આજે ફરી સોના- ચાંદીમાં મોટો ઉઠાળો આવ્યો છે. આજે તા. 15 મે રોજ બુલિયન માર્કેટમાં તેજી જોવા મળી હતી. ભારતના બુલિયન માર્કેટ એસોશિયેશનના વેબસાઈટ પ્રમાણે બજારમાં 24 કેરેટ સોનાની કિંમત 271 રુપિયા વધીને 61235 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચી હતી. તો 22 કેરેટ સોનની કિંમત 56091 રુપિયા થઈ ગઈ છે. 

ભારતના બુલિયન માર્કેટ એસોશિયેશન IBJA ની વેબસાઈટ પ્રમાણે ચાંદીમા પણ તેજી જોવા મળી હતી. આજે બુલિયન માર્કેટ પ્રમાણે ચાંદીના ભાવમાં 525 રુપિયા વધીને 72565 રુપિયા પ્રતિ કિલો પર પહોચી ગઈ હતી. આના પહેલા ચાંદી 72040 રુપિયા પર હતી. નિષ્ણાતોનું અનુમાન છે કે આ વર્ષે ચાંદી 90 હજાર રુપિયા પ્રતિ કિલો પહોચી જશે. ઈન્ડસ્ટ્રિયલ ડિમાંડ વધવાના કારણે સોનાની કિંમત વધારે હોવાના કારણે ચાંદીની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે. 

નિષ્ણાતોના અનુમાન પ્રમાણે સોનુ 2020 સુધીમાં શુરુ સુપર સાઈકલ અત્યારે પણ ચાલે છે. આ વર્ષે સોનુ 62000 સુધી પહોચી શકે તેવુ અનુમાન છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા સોનું 64000 સુધી પહોચી શકે છે.