આજે નવરાત્રીનો ચોથો દિવસ, શાસ્ત્રોથી જાણો મા કૂષ્માંડાની કથા અને પૂજાનું મહત્વ

October 18, 2023

અમદાવાદ : શારદીય નવરાત્રીમાં ચોથા દિવસના પ્રમુખ દેવી માતા કૂષ્માંડા છે.  નવદુર્ગા ગ્રંથ પ્રમાણે તેમના આઠ હાથ છે જેમાં કમંડળ, ધનૂષ-બાણ, કમળ, અમૃત, કળશ, ચક્ર અને ગદા ધારણ કરી છે. આ અષ્ટભુજા માતાના આઠમા હાથમાં સિદ્ધિઓ અને નિધિઓની જપ માળા છે અને તેમનું વાહન પણ સિંહ છે. 

તેઓ સૃષ્ટિનું નિર્માણ કરનારા દેવી છે. પૌરાણિક કથા પ્રમાણે જ્યારે કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ ન હતું ત્યારે માતાએ પોતાના હાસ્યથી આ સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું. કૂષ્માંડા એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે કુમ્હડા એટલે કે કોળાની બલી આપવી. દેવીને કોળાની બલિ ખૂબ જ પ્રિય છે. તેમનો મંત્ર છે-

માતા કુષ્માંડાનું તેજ તેમને સૂર્યલોકમાં રહેવાની ક્ષમતા આપે છે. તેમના જેટલું તેજ કોઈનામાં નથી. તેઓ અતુલનીય છે. તમામ દિશાઓ અને બ્રહ્માંડ તેમની આભાથી પ્રભાવિત છે. માણસને તેમની આરાધના કરવાથી દરેક પ્રકારના દુઃખ, પીડા અને કષ્ટમાંથી મુક્તિ મળે છે. દિવસ-રાત તેમની આરાધના કરવાથી વ્યક્તિ પોતે જ તેમની આભાનો અનુભવ કરી શકે છે. તેઓ આપણને સુખ, સમૃદ્ધિ અને ખ્યાતિ અપાવે છે. માતા પોતાના ભક્તની આરાધનાથી તરત પ્રસન્ન થઈ જાય છે. આ લોક અને પરલોકમાં સુખની પ્રાપ્તિ તેમની જ અનુકંપાથી થાય છે. દેવી પુરાણ પ્રમાણે આ દિવસે 4 કુંવારી કન્યાઓને ભોજન કરાવવું જોઈએ. માન્યતા પ્રમાણે આ દિવસે મહિલાઓ લીલી સાડી પહેરે છે. લીલો રંગ પ્રકૃતિનો ગણાય છે. બ્રહ્મ વવર્તવ પુરાણ પ્રકૃતિ ખંડ અધ્યાય એક પ્રમાણે ભગવતી પ્રકૃતિ ભક્તોના અનુરોધ અથવા તેમના પર કૃપા કરવા માટે વિવિધ રૂપો ધારણ કરે છે.