આજે વિવાહ પંચમી: દુર્લભ રાજયોગના કારણે આ 5 રાશિના જાતકો પર થશે પ્રભુ શ્રીરામની વિશેષ કૃપા!
November 25, 2025
જ્યોતિષની દ્રષ્ટિએ વિવાહ પંચમીનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે ચંદ્ર મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે, જેના કારણે ચંદ્ર અને ગુરુ વચ્ચે સમસપ્તક યોગ બની રહ્યો છે અને તેના જ પ્રભાવથી શુભ ગજકેસરી યોગ એક્ટિવ થઈ રહ્યો છે. આ સાથે જ મંગળનું પોતાના સ્વગૃહમાં હોવું રુચક રાજયોગનું નિર્માણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ગજકેસરી રાજયોગ અને શ્રી રામની કૃપાથી 5 રાશિના જાતકોના સારા દિવસો આવશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સૌભાગ્ય લઈને આવશે. કરિયરમાં પ્રગતિ અને વ્યવસાયમાં લાભ મળવાના યોગ બની રહ્યા છે. આર્થિક મામલે ભાગ્યનો સાથ મળશે અને અચાનક કોઈ સ્ત્રોતમાંથી આવક પ્રાપ્ત થઈ શકે છે. પિતાના સહયોગ અને સન્માનમાં વૃદ્ધિ શક્ય છે. ધાર્મિક રુચિ વધશે અને તમને કોઈ મનોકામના પૂર્ણ કરવાની તક મળી શકે છે. વૈવાહિક જીવન સામાન્ય રહેશે, પરંતુ મનમાં સંતોષ અને સકારાત્મક ઉર્જા બની રહેશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ સમય ધૈર્ય અને બુદ્ધિથી નિર્ણય લેવાનો છે. કામકાજમાં કેટલાક પડકારો આવશે પરંતુ તમે તમારી વ્યૂહરચના અને નેતૃત્વ કૌશલ્યથી પરિસ્થિતિને તમારા પક્ષમાં કરી લેશો. નોકરીમાં કાર્યક્ષમતા વધશે અને પ્રમોશન અથવા મહત્વપૂર્ણ જવાબદારી મળવાનો સંકેત છે. જે જાતકોએ વાહન અથવા લોન સંબંધિત કામ પેન્ડિંગ રાખ્યા છે તેમને સફળતા મળી શકે છે. વિદેશ સાથે સબંધિત કાર્યોમાં લાભ અને તમારા પ્રેમ જીવનમાં સુમેળ રહેશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે વિવાહ પંચમીનો દિવસ શિક્ષણ, સ્પર્ધા અને કારકિર્દીમાં પ્રગતિ માટે શુભ છે. શિક્ષણ કે રિસર્ચ સાથે સંકળાયેલા લોકો માટે વિશેષ સફળતાના યોગ છે. નોકરીમાં વરિષ્ઠોનો સહયોગ મળશે અને રોકાયેલા પૈસા પાછા મળી શકે છે. ધાર્મિક કે શુભ કાર્યોમાં સામેલ થવાની તક મળશે. રાજકારણ, વહીવટી ક્ષેત્ર અથવા સામાજિક સેવા સાથે સંકળાયેલા લોકોને માન-સન્માન મળશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કારકિર્દી અને નાણાકીય મામલે પ્રગતિ લઈને આવશે. નોકરી અથવા વ્યવસાયમાં પ્રગતિ થશે અને નવી તકો મળી શકે છે. રોકાણ અથવા પ્રોપર્ટી સંબંધિત કામોમાં લાભ શક્ય છે. પારિવારિક સંબંધો મજબૂત થશે અને વૈવાહિક જીવનમાં પ્રેમ વધશે. બાળકો તરફથી સારા સમાચાર મળવાની શક્યતા છે. મિત્રો સાથે સમય વિતાવવા અને મનોરંજન કરવાની તક મળી શકે છે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. કારકિર્દીમાં મોટી તક અને નોકરીમાં પરિવર્તનના સંકેત છે. નવો વ્યવસાય અથવા પ્રોજેક્ટની શરૂઆત લાભદાયી સાબિત થઈ શકે છે. શિક્ષણ ક્ષેત્રમાં સિદ્ધિઓ અને સરકારી કાર્યમાં સફળતા મળવાની શક્યતા છે. તમારા પિતા અથવા ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. વ્યવસાયિક ભાગીદારી લાભદાયી રહેશે અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધી શકે છે.
Related Articles
નવી નોકરી, આવકમાં વૃદ્ધિ અને સન્માનમાં વધારો: 2026માં આ મૂળાંકના જાતકો માટે સફળતાના યોગ
નવી નોકરી, આવકમાં વૃદ્ધિ અને સન્માનમાં વ...
Nov 24, 2025
અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો 'ધર્મ ધ્વજ
અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં...
Nov 21, 2025
તિરૂપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ', 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ
તિરૂપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ', 5 વર્ષ...
Nov 10, 2025
30 વર્ષ બાદ શનિ-શુક્રની યુતિ, 2026માં ત્રણ રાશિના જાતકો પર થશે ધનવર્ષા
30 વર્ષ બાદ શનિ-શુક્રની યુતિ, 2026માં ત્...
Nov 10, 2025
રાહુ-કેતુનું નક્ષત્ર પરિવર્તન 3 રાશિના જાતકોને ફળદાયી નીવડશે! ધન લાભ થવાની શક્યતા
રાહુ-કેતુનું નક્ષત્ર પરિવર્તન 3 રાશિના જ...
Nov 08, 2025
દેવ દિવાળીએ બનશે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોને આકસ્મિક ધન લાભ થવાની શક્યતા
દેવ દિવાળીએ બનશે દુર્લભ સંયોગ, આ રાશિના...
Nov 04, 2025
Trending NEWS
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
25 November, 2025