Breaking News :
બ્રિટનમાં કીર સ્ટાર્મરના રાજીનામા બાદ રાજકીય અસ્થિરતા, નવા વડાપ્રધાન તરીકે એન્ડી બર્નહામ રેસમાં 3.56 કરોડની અપ્રમાણસર મિલકત એકઠી કરવાના આરોપમાં આણંદના તત્કાલીન અધિક કલેક્ટર સામે નોંધાયો કેસ ગર્ભાવસ્થા બાદ મહિલા ખેલાડીઓ વાપસી કરે તે હેતુથી ICCએ બનાવ્યો 16 અઠવાડિયાનો ખાસ પ્લાન કતારના ગેસ પ્લાન્ટમાં ટેકનિકલ ખામીથી બ્લાસ્ટ થતાં 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિલોમીટર દૂર દોહા સુધી આંચકા લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ

વેરાવળમાં કરૂણાંતિકા, મોડી રાતે 3 માળનું મકાન ધરાશાયી થતાં માતા-પુત્રી સહિત 3 લોકોના મોત

October 06, 2025

ગીર સોમનાથના વેરાવળ શહેરના ખારવાવાડ વિસ્તારમાં ગત મોડી રાતે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં અંદાજે 80 વર્ષ જૂનું અને જર્જરિત ત્રણ માળનું રહેણાંક મકાન અચાનક ધરાશાયી થતાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતા, જ્યારે બે વ્યક્તિઓને કાટમાળમાંથી જીવતા બચાવી લેવાયા છે.

મળતી માહિતી અનુસાર, અચાનક મકાન ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં  દેવકીબેન સૂયાની અને જશોદાબેન સૂયાની સહિતી મકાન નીચે ઉભેલા એક બાઈકસવાર 34 વર્ષીય દિનેશ જુંગીનું પણ કાટમાળ હેઠળ દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.