Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

ત્રિપુરા રાજ્ય બન્યુ દેશનું ત્રીજુ પૂર્ણ સાક્ષર રાજ્ય, ઐતહાસિક સન્માન મળ્યું

June 24, 2025

ત્રિપુરાએ એક ઐતહાસિક સિદ્ધિ હાંસિલ કરી છે. રાજ્યને ULLAS –નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ સાક્ષર રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કેન્દ્ર સરકાર દ્વારા 2022થી 2027 સુધી ચલાવવામાં આવશે. ત્રિપુરા હવે મિઝોરમ અને ગોવા બાદ દેશનું ત્રીજુ રાજ્ય બની ગયું છે, જેને આ સન્માન મળ્યું છે. 

આ ભવ્ય કાર્યક્રમ ત્રિપુરાની રાજધાની અલગતલામાં રવિન્દ્ર શતાબ્દી ભવનમાં આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં ત્રિપુરાના મુખ્યમંત્રી પ્રો. મણિક સાહા, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી, રાજ્ય શિક્ષા વિભાગ અને સમુદાયોના પ્રતિનીધીઓ હાજર રહ્યા હતા.  

મુંખ્યમંત્રી ડો. માણિક સાહાએ આ ઉપલબ્ધિને ત્રિપુરા માટે ઐતહાસિક ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે 1961માં રાજ્યની સાક્ષરતાનો દર 20.24% હતો, જે વધીને 95.6% થયો છે. જેની સફળતાનો શ્રેય ULLAS યોજના અને રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ને આપવામાં આવે છે. જણાવી દઈએ કે ULLAS યોજનાનો ઉદ્શ્ય 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને સાક્ષર બનાવવાનો છે. જેઓ ક્યારેય શાળાએ ગયા નથી. આ યોજના અંતર્ગત ત્રિપુરામાં ઘરે ઘર સર્વેક્ષણ અને  ULLAS મોબાઈલ એપ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું.